માણસને માણસની પરખ હોય
પછી તો આ જીંદગી સરસ હોય.
મળતા રોજે રોજ રામ રામ હોય
પછી તો મજાનું આખું વરસ હોય.
હરેક કામ ઉત્કૃષ્ટ થયાં જ કરશે
જો નિષ્ઠા તણી મનમાં તરસ હોય.
વાવો સમયસર કશું આ જીવનમાં
ઉગતી પછી તો ઉત્તમ જણસ હોય.
ને, થઇ જવાય બરબાદ ચોક્કસપણે
લીધી કદી કોઇ નિર્દોષની કણસ હોય.