શું છે જિંદગી?
શું છે જીવન?
કોને કહેવાય જિંદગી?
બસ એ જ વિચારે મારુ મન,
અમીર બની પૈસાનો સુખ મળે,
શું એ છે જિંદગી?
કે ગરીબ બની ઘરની શાંતિ મળે,
એ છે જિંદગી?
જવાનીમાં સમાજ સાથે લડવું,
શું એ છે જિંદગી?
કે વૃદ્ધાવસ્થામાં બાળકો પર નિર્ભર રહેવું,
એ છે જિંદગી?
દરેક મંજિલના ઘણાં રસ્તાઓ,
એ રસ્તાને શોધવા એ જિંદગી?
કે મંજિલ સુધી પહોચવું એ જિંદગી?
પણ મને તો એવું લાગે,
કે સફળતાને ઉજવવી,
અને નિષ્ફળતામાંથી શીખ લેવી,
ખુશીને ભેટી પડવું,
અને દુઃખનો સામનો કરવો,
કદાચ એ જ છે જિંદગી,
કંઈક અલગ જ છે આ “જિંદગી”…
નિતી સેજપાલ “તીતલી”