હું મુસાફિર છું સફર છે જિંદગી,
ખ્વાબ આંખોમાં ડગર છે જિંદગી.
એકલો છું રાહમાં છે કંટકો,
માત્ર મંઝિલ બસ નજર છે જિંદગી.
એક મનમાં ધૂન છે ચાલ્યા કરો,
રાતદિન તેની અસર છે જિંદગી.
છે નિરાલો ખેલ સુખદુઃખનો સતત,
છું અડીખમ ને સબર છે જિંદગી.
બંદગીમાં હોંસલો જિંદાદિલી,
શ્વાસની ઝળહળ સફર છે જિંદગી.
-દિનેશ નાયક “અક્ષર”