જિંદગીતો એક સુંદર સાજ છે
હાસ્યએ તો જિંદગીનો રાગ છે.
આજ આવી વિપદા તો શું થયું?
આવનારી કાલ પણ સોગાત છે
મોહ માયા જિંદગીની આશ છે,
જીવને તો ખૂબ એની પ્યાસ છે.
સાર તો ગીતા તણો સુંદર ઘણો,
આ સાર તો ઈશ’નો ઉપહાર છે.
મોતતો આ તનનું એ તો સત્ય છે
પણ અમરતા એ આત્માનો તાજ છે.
જાગૃતિ કૈલા, ‘ઊર્જા’