જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે
વ્હાલા વાલી મિત્રો
મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન ને લઇ ને ખુબજ ચિંતિત છો.
પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂર નથી
આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી.
આ બાળકો માં કેટલાક મહાન સંગીતકાર પણ છે જેમને વિજ્ઞાન ના ગુણ ની કોઈ જરૂર નથી.
કેટલાક સારા રમતવીરો પણ છે જેમના માટે આ તમામ વિષયો ને સમજવા ની કોઈ જરૂર નથી.તેમના માટે ફિટનેસ પૂરતી છે.
જો તમારું બાળક સારા માર્ક્સ લાવે છે તો બહુજ સારી બાબત છે પણ જો નથી લાવતો તો બાળકને તેના સ્વાભિમાન નું અપમાન કરી તેનો આત્માવિશ્વાસ તોડશો નહીં.
જો તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત આપજો અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે.તારો જન્મ તો આ બધા કરતા મહાન કાર્ય કરવા માટે થયો છે.
જો તે ઓછા માર્ક્સ લાવે તો કઈ દો કે તુ અમારો વ્હાલો દીકરો કે દીકરી છે અને અમે તને ખુબજ પ્રેમ કરીએ છીએ. અને જો તમે આવું કર્યુ તો તમારું બાળક દુનિયા જીતી લેશે.
એક 100 માર્ક્સ ના પેપર થી તમારા બાળક નું ટેલેન્ટ ક્યારેય નક્કી ના થઇ શકે.
તમારા બાળકો ને એક સારા માણસ બનવા ની શિક્ષા આપજો.