ચા એ દિવસની શરૂઆતનું સમાનાર્થી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં લગભગ 90% લોકો નાસ્તો કર્યા પહેલા ચા પીવે છે. સવારે ખાલી પેટ ચા પીવાની ઘણા લોકોને આદત હોય છે. શું તમને પણ આવી આદત છે. જો આવી આદત હોય તો, આ ખતરનાક સાબિત થઇ શકે છે. કારણકે ખાલી પેટે ચા પીવાથી પેટમાં ઉત્પન્ન થતા રસ પર ખરાબ અસર પડે છે. ખાલી પેટે ચા પીવાથી ગંભીર બિમારીઓ પણ થઇ શકે છે.
- ખાલી પેટે ચા પીવાથી એસિડીટી થઇ શકે છે. ચામાં રહેલા ટેનિન્સ પેટના એસિડને વધારી દે છે. ખાલી પેટે સીધી જ ચા પીવાથી નુકશાન થાય છે. ખાલી પેટે આદુ વાળી ચા પીવાથી અલ્સર અને એસિડીટીની સમસ્યા થાય છે. ખાલી પેટે બ્લેક ટી પીવાથી પેટ ફૂલી જવાની સમસ્યા થાય છે.
- એક સર્વે પ્રમાણે જે પુરુષ દિવસમાં 5 થી 6 કપ ચા પીવે છે તેને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા રહે છે. ખાલી પેટ પુરુષો જો ચા પીવે તો તેમને પ્રોસ્ટેટ સંબંધી સમસ્યા થઇ શકે છે.
- ખાલી પેટે ચા પીનાર દરેક વ્યક્તિને થાકી જવાની તથા ચીડચીડા થઇ જવાની શક્યતા રહે છે.
- ચા માં ટેનિન વધુ પ્રમાણમાં હોય છે. જો તમે ખાલી પેટે ચા પીવો છો, તો ક્યારેક વોમિટિંગની સમસ્યા પણ થાય છે.
- બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલ એક સર્વે પ્રમાણે વધારે ગરમ ચા પીવાથી અન્નનળી કે ગળાનું કેન્સર થવાની સંભાવના 10ગણી વધી જાય છે.
- બપોરે જમ્યા પછી ક્યારેય ચા ના પીવી જોઇએ. આવુ કરવાથી શરીરમાં ઘણી બધી બિમારીઓ થવાનું જોખમ રહે છે.
તમે પણ જો ખાલી પેટે ચા પીવો છો, તો હવેથી ચેતી જજો. કારણકે ખાલી પેટે ચા પીવાના ઘણા બધા ગેરફાયદા છે.