સમગ્ર પૃથ્વીની પોતાની પહેલી પરિક્રમા અભિયાન દરમિયાન આઇએનએસવી તારિણીએ આજે પોર્ટ સ્ટેનલી (ફોકલેન્ડ દ્વીપ)માં પ્રવેશ કરી લીધો છે. આ ધરતીની પરિક્રમા કરવા ભારતનું પ્રથમ એવું અભિયાન છે જેમાં ચાલક દળના તમામ સભ્ય મહિલાઓ છે. આ દળનું નેતૃત્વ લેફ્ટનેન્ટ કમાંડર વર્તિકા જોશી કરી રહી છે અને લે. કમાન્ડર પ્રતિભા જામવાલ તથા પી. સ્વાતિ અને લેફ્ટિનેન્ટ એસ. વિજયા દેવી, બી. એશ્વર્યા અને પાયલ ગુપ્તા ચાલક દળમાં સમાવિષ્ટ છે.
રક્ષામંત્રી નિર્માલા સીતારમણે આઇએનએસવી તારિણિને ૧૦ સપ્ટેમ્બરે ગોવાથી ફ્લેગ દર્શાવી રવાના કરી હતી. આ દળે ૧૮ જાન્યુઆરીએ કેપ હોર્નને પાર કર્યું હતું.
ભારતમાં બનેલી સ્વદેશી આઇએનએસવી તારિણિ ૫૬ ફૂટ લાંબી નાવ છે, જેને ભારતીય નોકાદળમાં ગયા વર્ષે સમાવિષ્ટ કર્યો હતો, જે ભારતની મેક ઇન ઇંડિયા ની પહેલને આંતરરાષ્ટ્રીય સ્તર પર દર્શાવે છે. નવિકા સાગર પરિક્રમા અભિયાન મહિલાઓને સશક્ત બનાવવાની તે રાષ્ટ્રીય નીતિના અનુરૂપ છે જે અંતર્ગત તેઓ પોતાની ક્ષમતાઓને પૂર્ણ વિકાસ કરી શકે અને વિશ્વ પટલ પર નારી શક્તિનું ઉદાહરણ રજૂ કરી શકાય.
પરિક્રમા પૂર્ણ કર્યા બાદ એપ્રિલ, ૨૦૧૮માં નાવ પરત ગોવા ફરવાની અપેક્ષા છે. આ અભિયાનને પાંચ તબક્કામાં પૂરૂ કરવામાં આવશે. ચાલક દળ નિયમિત રીતે મોસમ, સમુદ્ર અને મોજા સાથે સંબંધિત આંકડાઓનો સંગ્રહ કરી રહ્યું છે અ તેને અપડેટ કરી રહી રહ્યું છે, જેથી ભારતીય હવામાન વિભાગ મોસમની યોગ્ય અને પૂર્વાનૂમાન લગાવી શકાય અને આ સાથે ચાલક દળ ઉંડા સમુદ્રામાં સામુદ્રિક પ્રદૂષણ પર પણ નજર રાખી રહ્યું છે. ચાર ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ નાવને પોર્ટ સ્ટેનલેથી આગળ જવા રવાના થશે.
છબી સૌજન્યઃ Falkland Islands Gov