તમારી આ જ આદતો વાળને કરે છે નુકસાન, મહેરબાની કરીને આ આદતો ભુલી જાવ…
મિત્રો આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ પોતાનું અને પોતાના શરીરનું ધ્યાન બરાબર રાખી શકતો નથી જેથી કરીને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. ત્યારે તમારી કેટલીક ખરાબ આદતો તમારા વાળને નુકસાન પહોંચાડવામાં સૌથી મોટુ કારણ હોય છે. જેથી આજથી જ બદલી નાખો આ આદતો..
તેલ લગાવવાની ખોટી રીત
રાતે તેલ લગાવીને સૂવાથી વાળ તૂટી જાય છે. જેથી દિવસ દરમિયાન માથામાં તેલ નાખવું.
ભીના વાળ ઘસવા
જ્યારે ટુવાલથી ભીના વાળ ઘસવામાં આવે છે ત્યારે તે તૂટી જાય છે. જેથી વાળને સુકવ્યા બાદ જ હળવા હાથે વાળ સાફ કરો.
મસાજ કરો
ઘણા લોકો માથામાં એમ જ તેલ નાખી લે છે. પણ તેલ નાખો ત્યારે હળવા હાથે મસાજ કરો.
ભીના વાળ બાંધવા
આપણા વાળ ભીના હોય છે ત્યારે તેમના મૂળમાં ભેજ હોય છે. જો તેને તરત જ બાંધવામાં આવે છે તો પછી વાળ તુટવાના શરૂ થઈ જાય છે.
મશીનનો ઉપયોગ ટાળો
વાળ સીધા કરવા માટે મોટાભાગના લોકો મશીનનો ઉપયોગ કરે છે. જે ટાળવો જોઈએ.