જયારે જયારે તુ ‘હની’ ખીજાય છે,
ત્યારે ત્યારે ગ્લોબલ વોર્મિગ થઈ જાય છે.
સાવ નિર્મમ ના કહીશ ‘ગુડબાય’ તુ,
ગુજરાતીમા ‘આવજો’ કહેવાય છે.
તુ મને પાલવનુ ‘ઇંગ્લિસ’ પુછ ના,
અહિ આંસુ ટીસ્યુથી લુછાય છે.
વાતે વાતે બોલતી ‘કુલષિત’તુ,
તારૂ મોઢુ એટલે ગંધાઇ છે.
લાગણી ‘HIV’ પોઝીટીવ છે,
લાગણીને હવે ક્યા અડકાય છે.
મોનિકા જેવી જ છે ભાષા ‘અદમ’,
સહેજ અડીએ ને ભવાડા થાય છે
રચના:-અદમ ટંકારવી