છો યૌદ્ધા તો યુદ્ધ કરો,
હોય મને મૈલ તો એને શુદ્ધ કરો…
હોય ગર શંકા તો સ્વંયમે વિશ્વાસ કરો,
સામે નાં હણી શકો તો અણધાર્યો ઘાત કરો…
હોવ આપ જીવંત તો થોડો સાદ કરો,
કબુલ નાં હોય ‘ગુલામી’ તો ખુદને શહીદ કરો…
હોય હદય થી આનંદીત તો તમ ઉન્માદ કરો,
હોય કોઈની યાદો માં ‘ઘાયલ’ તો વિરહે જામ કરો…
હોય મંજીલ જો શિખર તો છેડેથી શરૂઆત કરો,
જીદ હોય તો ઠીક છે ‘પાગલ’ હોય અહમ્ આસમાને તો…
મિત્ર એને…
“જમીંદોસ્ત”કરો…
“જમીંદોસ્ત”કરો…
“જમીંદોસ્ત”કરો…
~ 📝-‘પાગલ’