બંધારણ : ગાલગાગા×૪
જો નિહાળીએ તો નાની કાંકરી છે માણસાઈ,
સત્યના માર્ગેથી આજે તો ડરી છે માણસાઈ.
લાખ નોટોથી થતાં ખર્ચા અહીં, કારણ વિનાના,
‘ને તવંગર આજ છે ભૂખ્યો, મરી છે માણસાઈ!
લાગણીનું થાય છે આજે દહન સંબંધ ભીતર,
આજ એકેએક હૈયે પાંગરી છે માણસાઈ.
સ્વાર્થનો ટેકો લઈને આજ ચાલે છે બધા જો,
જોઈએ ઝીણી નજરથી તો ખરી છે માણસાઈ.
જ્યાં પડે છે આ નજર ત્યાં ફૂટપાથો છે ભરેલા,
સત્ય બોલું તો, અમીરોમાં સરી છે માણસાઈ.
દીપ ગુર્જર