કોલેજનો છેલ્લો દિવસ હતો, બધા ધીરે ધીરે છુટા પડી ઘરે જવા નીકળી રહ્યા હતા, અમે 3 મિત્રો કોલેજ ના ક્લાસમાં બેઠા બેઠા વાત કરતા હતા 3 વર્ષમાં કોઈ છોકરી સાથે સાદી ફ્રેન્ડશિપ પણ ના કરી શક્યા ને કોલેજ પુરી થઈ ગઈ, કોલેજમાં સાલું ભણવા સિવાય કંઈ કરી જ ન શક્યા, કોઈ છોકરી સાથે વાત સુધ્ધાં ના કરી શક્યા.
ત્રણેય મિત્રો બેઠા બેઠા પોતાની મનોવ્યથા ગાતા હતા ત્યાં અચાનક એક તેમની જ સાથે કોલેજમા ભણતી એક છોકરી ત્યાં આવી એમની સામે ઉભી રહી, તે તેમના મિત્ર સામે ઉભી ઉભી બસ જોતી હતી, કઈક કહેવું હોય પણ કશાકની રાહ જોતી હોય એમ, છોકરીને જોઈ બીજા બે છોકરાને કૈંક સારા સમાચારના અણસાર વરતી તેમને વાત કરવા અવકાશ મળે એટલે એમના મિત્ર અને એ છોકરીને ત્યાં એકલા છોડી બહાર નીકળી ગયા.
છોકરીએ પોતાની વાત રજૂ કરતા કહ્યું, “આકાશ, હું તને ખરેખર બહુ પ્રેમ કરું છું, તારી દરેક વાત મને બહુ ગમે છે, તું કોલેજના પેલા વર્ષથી જ મને ગમે છે પણ માતા પિતા અને સમાજના ડરથી મેં મારા દિલની લાગણી દિલમાં દબાવીને રાખી હતી, હવે કોલેજ પુરી થઈ ગઈ છે અને બધા છુટા પડવાના છીએ, પણ મારા મનની વાત મનમાં ન રહી જાય એ માટે તને કહું છું. મને માફ કરજે મા-બાપની મરજી વિરુદ્ધ હું જઇ શકું તેમ નથી એટલે આ પેલી અને છેલ્લીવાર તારી સાથે વાત કરું છું”
છોકરી આટલું બોલીને જતી રહી, છોકરો અવાક થઈ બસ સાંભળતો જ રહ્યો.