છબછબિયા તો દરેક સાથે થાય
મારે તો મધદરિયે તારા સાથે છલાંગ લગાવી છે…
એકબીજા ભર ચોમાસે દુરથી સૌ કોઈ નિહાળે
એવી કિસ્મત તારા સાથે પલળવાની જોઈએ છે…
એકલા એકલા રહીને જિંદગી કાઢી હવે તો
તારા ખભા પર માથું મૂકીને વાર્તાલાપ કરવાની ચાહ છે..
ખાબોચિયું, ઝરણું, નદી કે દરિયો થઈ ભલે મળ મને..
પણ સુનામીના તોફાનમાં તારી બાહોમાં જકડાવું છે મારે….