કાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થાય ત્યારે અનેક લોકો ઘરે બાપ્પાને અલગ-અલગ પ્રકારના પ્રસાદ ધરાવશે. કોઇ લાડુ બનાવશે કોઇ મોદક. કાલના તહેવારની અનેક તૈયારીઓ લોકોએ કરી દીધી હશે. મોદક ગણેશજીને ખૂબ પ્રિય હોય છે. આમ, કાલે ગણેશ ચતુર્થીનો પહેલો દિવસ છે ત્યારે તમે પણ આ રીતે ઘરે બનાવો ચોખાના લોટના મોદક.
સામગ્રી
- 3 કપ ચોખાનો લોટ
- 5 કપ પાણી
- 3 ચમચી તેલ
- 4 કપ છીણેલું કોપરું
- બદામની કતરણ
- કાજુની કતરણ
- પિસ્તાની કતરણ
- એલચી પાવડર
- કપ દૂધ
બનાવવાની રીત
- ચોખાના લોટના મોદક બનાવવા માટે સૌ પ્રથમ ચારણીની મદદથી ચોખાનો લોટ એક થાળીમાં ચાળી લો.
- ત્યારબાદ આ લોટમાં થોડુ મોણ માટે તેલ નાંખો.
- તેલ નાંખ્યા પછી ગરમ પાણીથી આ લોટ બાંધી લો.
- આ લોટને 10 મિનિટ માટે ઢાંકીને મુકી દો.
- લોટ બાંધવાની પ્રોસેસ થઇ જાય એટલે એક બાઉલ લો અને એમાં કોપરાનું છીણ, કતરેલી બદામ, કાજુ અને પિસ્તા એડ કરો અને એક પેનમાં નોર્મલ શેકી લો.
- ત્યારબાદ આ મિશ્રણમાં ઇલાયચીનો પાવડર મિક્સ કરો જેથી કરીને મોદકમાં સ્મેલ સારી આવે.
- થોડુ મિશ્રણ શેકાઇ જાય એટલે એમાં દૂધ નાંખો અને 2 મિનિટ માટે થવા દો.
- ત્યારબાદ ચોખાનો જે લોટ બાંધ્યો છે એમાંથી લૂઆ કરો અને મોદકનો આકાર આપો.
- મોદકનો આકાર આપ્યા પછી એમાં મિશ્રણ ભરી લો.
- હવે ઢોકળીયાનું કુકર લો અને એમાં નીચે પાણી મુકીને ઉપર ડિશ મુકો.
- ત્યારબાદ આ ડિશ આછુ તેલ લગાવીને મોદક બાફવા મુકો.
- હવે 10 મિનિટ સુધી મોદકને બાફવા મુકો. જો તમને લોટ કાચો લાગે છે તો તમે 5 થી 7 મિનિટ માટે વધારે સમય સુધી રાખી શકો છો.
- તો તૈયાર છે ચોખાના લોટના મોદક.
- હવે આ મોદકનો તમે પ્રસાદ કરો.
- આ મોદક તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં એકદમ બહાર જેવા જ બનશે.
- આ મોદક થોડા ઠંડા થઇ જાય પછી પ્રસાદમાં માટે ઉપયોગમાં લેવા, ગરમ પ્રસાદ ક્યારે પણ ધરાવવો જોઇએ નહિં.