એકવાર ચિત્તાની દોડની સ્પર્ધા કુતરાઓ સાથે થતી હતી..
લોકો કુતુહલવશ જોવા માંગતા હતા
લોકોએતો ટીકીટો ફટાફટ ખરીદી લીધી
ભારે ભીડ જામી વાત જ એવી હતી
કે કોણ વધુ ઝડપી દોડે છે.ને કોણ શ્રેષ્ઠ છે
બધાના કુતુહલવશ રેસ ચાલુ થઈ એટલે કુતરાઓતો સ્પીડ માં દોડવા લાગ્યા પણ ચિત્તો પોતાની જગ્યા પરથી એક ડગલું પણ ચાલ્યો કે હલ્યો પણ નહીં. બધા લોકો હેરાન હતા કે ચિત્તો એની જગ્યાએથી કેમ ઉભો નથી થતો.. આપણને રસ તો એમા છે…
લોકોએ રેસ આયોજક ને પૂછ્યું કે
આ શું મજાક છે
રેસ આયોજકે તુરંત જવાબ આપ્યો કે મહેરબાની કરીને આ બનતી પૂરી ઘટના પર જીણવટભરી નજર કરો,
કે શુ થઇ રહ્યુ છે
ક્યારેક ક્યારેક આપણે એ સાબિત કરવાની કોશિશ કરીએ છીએ કે આપણે જ સૌથી શ્રેષ્ઠ છીએ અને એમ કરીને પોતાનું જ અપમાન કરીએ છીએ..
આપણે બીજાની જેમ નીચા સ્તરે જવાની બિલકુલ જરૂર જ નથી અને કોઈને સમજાવવાની પણ જરૂર નથી કે આપણે કેટલા શ્રેષ્ઠ છીએ..
શ્રેષ્ઠ વિચારો અને તમારી શક્તિઓનો ઉપયોગ સકારાત્મક કામોમાં લગાવો અને એ જ કરો જે તમને અનુકુળ હોય..
ચિત્તો એની શક્તિ અને ઝડપનો ઉપયોગ ફક્ત પોતાનો શિકાર કરવા માટે જ કરે છે
નહીં કે કુતરાઓથી એ વધુ ઝડપી દોડે છે અને પોતે શક્તિશાળી છે એવું સાબિત કરવા..
પોતાની ક્ષમતા અને કિંમત સાબિત કરવા માટે ખોટો સમય ખોટા લોકો સાથે બગાડવો નહીં..
આપ આપના શ્રેષ્ઠકાર્ય માં લાગેલા રહો
સમય જ નક્કી કરશે કોણ શ્રેષ્ઠ છે
અને હા કુતરા ભલે દોડે કે ભસે
એનો સ્વભાવ એને મુબારક
બાકી ચિત્તા એ ચિંતા કરવાની જરુર નથી કે સામે જોવાનું પણ નથી તેને તો ફક્ત એક જ ફલાંગ ની જરુર છે
(પ્રતિકાત્મક ચિત્ર)