પ્રતિબિંબ માટે આવ્યાં તે પાસે,
શાથી થયો અનુબંધ આ અનાયાસે…
વાતો ની આપ-લે થઈ અતિ વિશ્વાસે,
લાગણી બંધાયી ધડક્યું હૈયું ઈશ્ક ચડ્યો શ્વાસે…
ભારી હદયે દફનાવી તી લાગણીનાં ઉન્માદો ને,
મુજથીય સારાં પાત્ર એ ઈષ્ટ પર એમને માંગ્યાં હશે…
લાગણીઓ દફનાવી હૈયું મુજપણ રડ્યું,
ન જાણે સખી ની શી વૈચારિક દશા થઈ હશે…
પ્રતિબિંબે નિરખી સખી તણી તે મહેંદી,
નિરખ્યો રંગ ઘેરો તે લાલ કે છે ‘પાગલ’…
એકતરફી એમને…કોઈએ…તો…
‘…ચાહ્યાં હશે…’
“પાગલ” ‘…ચાહ્યાં હશે…’
‘…ચાહ્યાં હશે…’