માર્કેટમાં અનેક પ્રકારના ફેસ પેક મળતા હોય છે. આ ફેસ પેક તમારી સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે. આજની આ ફાસ્ટ લાઇફમાં છોકરીઓ અને છોકરાઓ ચહેરા પર ગ્લો લાવવા માટે અનેક જાતના ફેસ પેકનો ઉપયોગ કરતા હોય છે. આ સાથે જ સલુનમાં જઇને પણ ફેસિયલ જેવી અનેક પ્રકારની ટ્રિટમેન્ટ પણ લેતા હોય છે.
જો તમે બહારના ફેસ પેક કરતા તમે ઘરે બનાવેલો ફેસ પેક યુઝ કરો છો તો તમારી સ્કિન પર મસ્ત ગ્લો આવે છે અને સાથે-સાથે તમારી સ્કિનને લાંબા ગાળે કોઇ નુકસાન પણ થતુ નથી. આ માટે જો તમે ઘરેલું ફેસ પેક યુઝ કરો છો તો તમને ફેસિયલ કરાવવાની પણ જરૂર પડશે નહિં. તો આજે અમે તમને જણાવીશું દ્રાક્ષનો ફેસ પેક.
દ્રાક્ષ, ગુલાબજળ અને મધનો ફેસ પેક
જો તમારી સ્કિન ડ્રાય છે તો તમારા માટે આ ફેસ પેક સૌથી બેસ્ટ છે. આ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ 8 થી 10 દ્રાક્ષ લો અને એની મિક્સરમાં પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં ગુલાબજળ અને મધ મિક્સ કરો. તો તૈયાર છે આ ફેસ પેક.
હવે આ પેકને તમે ચહેરા પર લગાવો અને સ્ક્રબિંગની જેમ 5 થી 10 મિનિટ સુધી હળવા હાથે ફેસ પર મસાજ કરો. ત્યારબાદ ચહેરાને સાદા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં આ ફેસ પેક તમારે 2 થી 3 વાર લગાવવાનો રહેશે. આ ફેસ પેક લગાવવાથી તમારી સ્કિન સોફ્ટ થાય છે અને ડ્રાયનેસ ઓછી થાય છે. આ ફેસ પેક તમારી સ્કિન પરના બધા ડાધા ધબ્બાને પણ દૂર કરવાનું કામ કરે છે. ડ્રાય સ્કિનના લોકો માટે આ ફેસ સૌથી બેસ્ટ છે. આ પેક તમારા ચહેરા પરના બધા ખીલને પણ દૂર કરી દેશે.