શું તમે પણ ચહેરાનો રંગ નિખારવાના માટે કોસ્મેટિક્સનો ઉપયોગ કરો છો ? કોસ્મેટિક્સના ઉપયોગ કર્યા બાદ તમારા ચહેરાની સ્કીન પણ ખરાબ થઇ જાય છે. ઘણા ઘરેલુ ઉપચાર છે જેના દ્વારા તમે તમારા ચહેરાનો રંગ નિખારી શકશો.
ચહેરાનો રંગ કાળો પડવાના ઘણા કારણ હોઇ શકે છે. જેમકે પ્રદુષણ, યોગ્ય આહાર ના લેવો, વધુ પડતો કોસ્મેટિક્સનો ઉપયોગ. કાળાપણાથી બચવા માટે તમારે હવે કોસ્મેટિક્સનો ઉપયોગ કરવાની જરૂર નથી. ઘણા ઘરગથ્થુ ઉપચાર છે જેના દ્વારા તમે તરત જ ગોરો રંગ પામી શકશો.
- રોઝ વોટર એ સૌથી સસ્તો ઉપાય છે. રોઝ વોટરને મિલ્ક સાથે ભેળવીને લગાવવાથી ચહેરો નિખરી ઉઠે છે. રાત્રે સુતા પહેલા આ મિશ્રણને લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.
- કેરીની છાલને દૂધ સાથે ભેળવીને ક્રશ કરી લો, આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને 15 મિનિટ લગાવીને રાખો. બાદમાં તેને ધોઇ લો. આવું કરવાથી ચહેરો ખીલી ઉઠશે.
- મધમાં થોડા ટીંપા લીંબુ નાંખીને તેમાં થોડુ દહી નાંખીને મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને હલકા હાથે રબ કરી લો. બાદમાં પાણીથી ધોઇ નાંખો જેથી ચહેરા પર ગ્લો આવશે.
- ચહેરાને નિખારવા માટે રેગ્યુલર નાળિયેર પાણી પીવું જોઇએ. નાળિયેર પાણીમાં રહેલા ગુણોને લીધે તમારો ચહેરો નિખરી ઉઠશે.
- દિવસનું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણી પીવાથી કચરો બહાર નીકળી જાય છે અને ચહેરો ખીલી ઉઠે છે.
આમ તમારા ચહેરાનો રંગ નિખારવાના માટે આ ઘરેલૂ ઉપચાર અપનાવવા જોઇએ.