શું તમે યોગ્ય રીતે તમારા ચેહરાને સાફ કરો છો? બધાને એમ જ થશે કે ચહેરાંને સાફ કરવામાં શું મોટી વાત ? ખરુંને? પરંતુ હકીકત એ છે કે ચહેરો યોગ્ય રીતે સાફ કરવામાં આપણે અમુક વાત ચુકી જઈએ છીએ. નાની મોટી એવી ઘણી ભૂલો કરતા હશું જેનો આપણને ખ્યાલ પણ નહિ.ધ્યાન રાખવા જેવી બાબતો નીચે મુજબ છે.
➔ ડ્રાય સ્કીન પર ફેસવોશ લગાવતા પહેલા ખાસ ધ્યાન રાખવું.ફેસવોશ કરતા પહેલા ત્વચાને મોઈશ્ચર મળે તે જરૂરી છે માટે, થોડું મોઈશ્ચરાઇઝર લગાવી ત્યારબાદ ચહેરો સાફ કરવો જેથી, ફેસવોશ સરળતાથી સ્કીન પર કામ કરી શકશે અને સાથે ઓઈલ અને ઇમ્યુનીટી સરળતાથી દૂર થઈ જશે.
➔ અતિશય ઠંડુ અથવા ગરમ પાણી ત્વચાનછદ્રો પર કાયય કરી શકતા નથી.ત્વચા માટે હુંફાળં પાણી ઉત્તમ રહેંશે.વારંવાર ચહેરો સાફ કરવો પણ યોગ્ય નથી.દિવસમાં બે વખત યોગ્ય રીતે સ્કીનની સફાઈ જરૂરી છે.સુતા પહેલાં ખાસ ચહેરો સાફ કરવો.
➔ ત્વચા અનુસાર ફેસવોશની પસદંગી કરવી ખાસ જરૂરી છે.જો તમારી ત્વચા ડ્રાય હોય તો ક્રીમ બેઝ ક્લિન્સર વાપરવું,જો ઓઈલી સ્કીન રહેતી ત્યારે જેલબેઝ ફેસવોશ વાપરવું અને જો વધુ સેન્સસડટવ સ્કીન રહેતી હોય ત્યારે માઈલ્ડ હર્બલ ફેસવોશ વાપરવું. જેથી ત્વચાનું ph બેલેસસ જળવાય રહેંશે.
➔ જયારે ફેસ સાફ કરો તે પહેલા હાથ ધોવા ખુબ જરૂરી છે. હાથ સાફ કર્યા પહેલાં ફેસવોશ વાપરવાથી હથેળીના બેક્ટરિયા ચહેરા પર ફેલાવાની શક્યતા વધુ રહે છે. સાથે જ ફેસવોશ પણ યોગ્ય રીતે ક્લીનસીંગ કરી શકતું નથી.માટે હાથ સાફ કરી ફેસવોશ કરવું.
➔ ફેસવોશ પાણી વડે પ્રોપર સાફ કરવું પણ તેટલુંજ જરૂરી છે.યોગ્યરીતે ફેસવોશ ત્વચા પરથી સાફ થયું ના હોય ત્યારે ત્વચા પર બળતરા ,લાલાશ ,ખજંવાળ વગેરે જેવી સમસ્યા ઉદ્દભવી શકે છે, માટે યોગ્ય રીતે સાફ કરી સ્વચ્છ ટુવાલ વડે ચહેરો સાફ કરવો.
દરેક ટિપ્સ ચહેરાને સ્વચ્છ અને સુંદરતા જાળવવા મદદ કરશે.ફેસવોશ કરતા પહેલા ઉપરોક્ત બાબત ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે.