ચહેરાની સુંદરતા વધારવાની વાત આવે ત્યારે ઘરેલુ ઉપચારમાં સૌથી પહેલુ નામ બેસનનું આવે છે. બેસન દરેક ઘરના રસોડામાં હોય છે, સહેલાઇથી તમે ચહેરા પર બેસનના પેક લગાવીને ચહેરાની સુંદરતા વધારી શકો છો.
એક ચમચી બેસનમાં એક ચમચી બદામનો પાવડર અડધી ચમચી દુધ અને અડધી ચમચી લીંબુનો રસ નાંખીને મિક્સ કરી દો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 30 મિનીટ સુધી રાખો. 30 મિનીટ બાદ પાણીથી ધોઇ નાંખો, ગરમ કે ઠંડુ પાણી ચહેરો ધોવા માટે ઉપયોગમાં ન લેવું. આ પ્રયોગ અઠવાડિયામાં 2 વાર કરવાથી ચહેરો સાફ થાય છે અને ચહેરાની રોનક વધવા લાગે છે.
જો તમારી ગરદન અને હાથ પગ કાળા પડી ગયા છે તો 3 ચમચી બેસનમાં હળદર, લીંબુનો રસ, અને દહીં નાંખીને પેસ્ટ બનાવી લો. જ્યાં તમને લાગે છે કે શરીર પર કાળા ડાઘ પડી ગયા છે ત્યાં આ પેસ્ટને લગાવી દો અને અડધા કલાક બાદ ધોઇ નાંખો. આવું અઠવાડિયામાં 3 વાર કરવાથી ધીરે ધીરે ડાર્કનેસ દુર થશે.
જો તમારી સ્કીન ઉનાળામાં ડ્રાય થઇ ગઇ છે તો એક ચમચી બેસન, અડધી ચમચી દુધની મલાઇ, અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ નાંખીને મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 20 મિનીટ બાદ ચહેરો ધાઇ નાંખવાથી ડ્રાયનેસથી તો છુટકારો મળે જ છે સાથે સાથે ચહેરો ક્લિન પણ થાય છે.
તમારી ઓઇલી સ્કીનથી તમે ત્રાસી ગયા છો તો એક ચમચી બેસનમાં અડધી ચમચી ચંદન પાવડર, અડધી ચમચી દહી, થોડી હળદર અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ ફેસપેકને ચહેરા પર લગાવી 10 મિનીટ રહેવા દો અને નવશેકા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં એક વાર આ ફેસપેક લગાવવાથી સ્કીન પરનું ઓઇલ ધીરે ધીરે ઓછુ થઇ જશે અને ઓઇલી સ્કીનથી છુટકારો મળશે.
જો તમારા ચહેરા પર વાળ છે અને તેને તમે હંમેશા માટે હટાવવા માંગો છો તો, એક ચમચી બેસન, અડધી ચમચી લીંબુનો રસ અને થોડુ પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને સુકાવા દો. જ્યારે પેસ્ટ સુકાઇ જાય ત્યારે ચહેરા પર બંને હાથે ઉપરની તરફ રગડીને પેસ્ટને કાઢી લો અને પાણીથી ધોઇ નાંખો. અઠવાડિયામાં 2 વાર આવું કરવાથી ચહેરા પરના વાળ ઓછા થઇ જાય છે .
તો બેસનનો ફક્ત ખાવા માટે જ નહી પરંતુ ચહેરાને સુંદર બનાવવા માટે પણ ઉપયાગ કરો.