આમ ઠાલો પડછાયો લઈને ફરવાનું છે,
ચંદ્ર તારે તો સૂર્યની કૃપાથી જીવવાનું છે.
આકાશમાં તું ઉછીનું તેજ લઈ ચમકે છે,
કામ તારૂ શીતળતાની બડાશો મારવાનું છે.
ભલે તું કાળી ડીબાંગ રાતમાં ઝળહળે છે,
સૂર્યની હાજરીમાં તો તારે સંતાઈ જવાનું છે.
તારો અધિપતિ તો રાજ કરે છે આકાશમાં,
એના ઉજાસે તારે રાતભર ખીલવાનું છે.
પૂર્ણરૂપે તું ઝળહળતો હોય છે નભમાં,
ને પછી ચંદ્ર તારે ક્ષય થઈ પીડવાનું છે.
– દિનેશ નાયક “અક્ષર”