વેજીટેબલ કટલેસ અને સાથે સોસ હોય તો ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. વેજીટેબલ કટલેસમાં અનેક પ્રકારના વેજીટેબલ્સ હોવાથી એ હેલ્થ અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો વેજીટેબલ કટલેસ…
સામગ્રી
- 100 ગ્રામ લીલા વટાણા
- 100 ગ્રામ ગાજર
- 100 ગ્રામ ફણસી
- 100 ગ્રામ કોબજ
- ડુંગળી
- જીરું
- બ્રેડનો ભુકો
- કોથમીર
- ફુદીનો
- ટામેટા
- આદુ
- મરચાં
- તેલ
- લીંબુ
- મીઠું
બનાવવાની રીત
- વેજીટેબલ કટલેસ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો અને પછી એની છાલ કાઢી લો.
- આ બાફેલા બટાકાના માવો કરી લો.
- હવે આ બધી જ સામગ્રીને ભેગી કરીને એમાં બ્રેડનો ભુકો એડ કરો.
- ત્યારબાદ આ બધા જ મિશ્રણને બરાબર હલાવીને એકસરખું મિક્સ કરી લો.
- પછી નાના ગોળા કરીને કટલેસનો આકાર આપો અને પછી બન્ને બાજુ તેલથી નોનસ્ટિક તવી પર શેકી લો.
- જો તમને હાર્ટ શેપની કટલેસ ગમે છે તો તમે બજારમાંથી હાર્ટ શેપનું મોલ્ડ લઇ આવો અને પછી એમાં આ સ્ટફિંગ ભરો.
- મોલ્ડમાં સ્ટફિંગ ભરશો એટલે હાર્ટ શેપની કટલેસ તમારી તૈયાર થઇ જશે.
- હવે આ કટલેસને શેલો ફ્રાય કરી લો.
- આ બધી જ પ્રોસેસ થઇ જાય એટલે બે કટલેસ વચ્ચે ડુંગળી અને ટામેટાની સ્લાઇસ મુકો.
- તો તૈયાર છે તમારી ટેસ્ટી-ટેસ્ટી વેજીટેબલ કટલેસ.
- આ વેજીટેબલ કટલેસ તમે સોસ, સલાડ, વેફર અને ચટણી સાથે ખાઓ છો તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે.
- આ કટલેસ ઠંડી કરતા ગરમા-ગરમ ટેસ્ટમાં સારી લાગે છે. આ માટે ઘરે કોઇ મહેમાન આવે અને બનાવો ત્યારે ગરમાગરમ પીરસો, જેથી કરીને ખાવાની મજા પડી જાય.