બીટના પરાઠાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બીટના પરાઠાં તમે અઠવાડિયામાં એક વાર ખાઓ છો તો તમારામાં ક્યારે પણ લોહીની ઉણપ થતી નથી. અઠવાડિયામાં એક વાર દરેક લોકોએ બીટ ખાવું જોઇએ. તો આજે અમે તમને શીખવાડીશું બીટના પરાઠાં કેવી રીતે ઘરે બનાવશો.
સામગ્રી
- ½ છીણેલું બીટ
- લીલા મરચાં
- આદુની પેસ્ટ
- તેલ
- ઘઉંનો લોટ
- આમચુર પાઉડર
- ગરમ મસાલો
- તલ
- અજમો
- સ્વાદાનુંસાર મીઠું
- પરોઠા શેકવા માટા તેલ
બનાવવાની રીત
- બીટના પરાઠાં બનાવવા માટે સૌ પ્રથમ બીટને છીણી લો.
- ત્યારબાદ એક થાળમાં ઘઉંનો લોટનો લોટ લો.
- હવે આ ઘઉંના લોટમાં અજમો, મીઠું, તલ, મરચું, હળદર, આમચુર પાઉડર, આદુની પેસ્ટ નાંખીને લોટને બરાબર હલાવી લો.
- ત્યારબાદ આ લોટમાં મોણ તરીકે તેલ નાંખો. જો તમને ઘીના પરાઠાં ભાવે છે તો તમે ઘી પણ નાંખી શકો છો.
- હવે બીટ નાંખીને લોટને બરાબર મસળી લો.
- પછી આ લોટમાં જેમ-જેમ પાણી જોઇએ તેમ લોટ પરાઠાં જેવો બાંધતા જાવો.
- પરાઠાંનો લોટ તમારે થોડુ કઠણ રાખવો પડશે.
- તો તૈયાર છે બીટનાં પરાઠાંનો લોટ.
- હવે આ લોટમાંથી ગોળ-ગોળ ગુલ્લા કરો અને પ્લેટમાં મુકી રાખો.
- પછી એક ડિશમાં ઘઉંના લોટનું અટામણ લો.
- હવે આ ગુલ્લાને અટામણમાં લઇને પરાઠાં વણો.
- હવે તવી લો અને એને ગેસ પર ગરમ કરવા મુકો.
- તવી ગરમ થઇ જાય એટલે એમાં એક-એક પરાઠાં મુકો અને તેલ નાંખીને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો.
- તો તૈયાર છે બીટના પરાઠાં.
આ બીટના પરાઠાં પર તમે ઉપરથી ચાટ મસાલો નાંખો છો તો ટેસ્ટમાં એકદમ મસ્ત લાગશે અને ખાવાની પણ મજા આવશે.