મેથીના મુઠિયા અને ચા ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે આ રીતે મેથીના મુઠિયા બનાવશો તો ટેસ્ટમાં એકદમ મસ્ત બને છે અને સાથે સોફ્ટ પણ થશે. તો જાણી લો તમે પણ મેથીના મુઠિયા સોફ્ટ બનાવવા શું કરશો…
સામગ્રી
- મેથીની ભાજી
- ½ કપ ઘઉંનો લોટ
- ¼ કપ ચણાનો લોટ
- સોજી
- ખાંડ
- લીલા મરચાની પેસ્ટ
- લાલ મરચું
- હળદર
- હિંગ
- લીંબુનો રસ
- તેલ
- રાઇ
- લીમડાના પાન
- તલ
- મીઠું
બનાવવાની રીત
- મેથીના મુઠિયા બનાવવા માટે સૌ પ્રથમ મેથીને પાણીથી બરાબર ધોઇ લો, જેથી કરીને રેતી ના આવે.
- હવે એક બાઉલ લો અને એમાં લોટ અને રવા સિવાયની બધી જ સામગ્રી ઉમેરી લો અને સારી રીતે હલાવી મીક્ષ કરી લો.
- ત્યારબાદ 5 થી 10 મિનિટ પછી બન્ને લોટ અને રવો થોડો-થોડો ઉમેરીને મુઠિયાનો લોટ તૈયાર કરો.
- લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે ઉપરથી એમાં થોડુ તેલ ઉમેરીને મસળો અને 10 મિનિટ માટે ઢાંકીને સાઇડમાં મુકી રાખો.
- હવે ઢોકળા બનાવવાના સ્ટીમરમાં પાણી ગરમ કરવા મુકો.
- ત્યારબાદ ઢોકળાની પ્લેટ પર થોડુ તેલ લગાવીને બાંધેલા લોટના મુઠિયા બનાવી લો અને બાફવા મુકી દો.
- 10 થી 15 મિનિટ પછઈ મુઠિયા કાઢી લો અને થોડો ઠંડા થવા દો.
- હવે વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ, તલ અને લીમડો ઉમેરીને મુઠીયા એમાં એડ કરી દો.
- તો તૈયાર છે મેથીના મુઠિયા.
જો તમે આ રીતે મુઠિયા બનાવશો તો ક્રિસ્પી અને સોફ્ટ બનશે.