ઘરની સજાવટ માટે દરેક લોકો જાતજાતની વસ્તુઓ લાવતા હોય છે. એવામાં દરેક લોકો એમના ઘરને નવી-નવી રીતોથી સજાવે છે. ડ્રોંઇગ રૂમથી લઇને કેન્ડલ્સની સાથે તમે ઘરને ડેકોરેટ કરો છો તમારું ઘર એકદમ મસ્ત થઇ જાય છે. આજના આ સમયમાં માર્કેટમાં જાતજાતની કેન્ડલ્સ મળે છે. ઘરમાં લગાવેલી કેન્ડલ્સ તમારા ઘરમાં પોઝિટિવ માહોલ બનાવે છે. તો જાણી લો તમે પણ કેટલાક એવા આઇડિયા વિશે જેનાથી તમારા ઘરે કેન્ડલ્સની સાથે તમારું ઘર પણ એકદમ મસ્ત લાગશે.
- તમે ટ્રાન્સફરન્ટ ગ્લાસમાં કેન્ડલને મુકો છો તો તમારો રૂમ એકદમ મસ્ત લાગશે.
- તમે તમારા રૂમને ખુશબુદાર બનાવવા ઇચ્છો છો તો તમે અરોમા કેન્ડલ્સને તમારા રૂમમાં લગાવી શકો છો. અરોમા કેન્ડલ્સ તમારા રૂમને સુંગધીદાર બનાવી દે છે.
- જો તમે તમારા રૂમને ડેકોરેટ કરવા ઇચ્છો છો તો તમે ટેબલને કેન્ડલ્સની સાથે સજાવી શકો છો.
- કેન્ડલ્સની સાથે તમે નાનો કે મોટો છોડ પણ મુકી શકો છો.
- તમે કિચનના સેલ્ફમાં પણ કેન્ડલ્સની સાથે ડેકોરેટ કરી શકો છો. આ કેન્ડલ્સ મુકવાથી તમારું કિચન એકદમ મસ્ત લાગશે અને તમને કામ કરવાની પણ મજા આવશે.
- ડાઇનિંગ ટેબલ પર કેન્ડલ્સ સ્ટેન્ડમાં મુકીને પણ તમે ડેકોરેટ કરી શકો છો.
- તમે કિનારા પર પણ કેન્ડલ્સ લગાવીને કોર્નરસથી સજાવી શકો છો.
- આ સાથે જ તમે તમારા ડ્રોંઇગ રૂમમાં કોર્નર પર કેન્ડલ્સ મુકો છો અને લાઇટો બંધ કરીને શાંતિથી બેસો છો તો તમને બેસવાની મજા આવે છે. આ કેન્ડલ્સ તમને શાંતિનો અહેસાસ કરાવે છે.
- આજકાલ માર્કેટમાં જાતજાતની કેન્ડલ્સ મળે છે. આ માટે તમે ત્રણ ગ્લાસ લો અને પછી એમાં કેન્ડલ્સ મુકો. આમ કરવાથી તમારો રૂમ મસ્ત લાગશે અને તમારામાં પોઝિટિવિટી પણ આપશે.