ઠંડી, ગરમી કે પછી ચોમાસું..ઉંદર તો બારે મહિના અનેક લોકોના ઘરમાં અને દુકાનોમાં ત્રાસ મચાવતા હોય છે. જો કે ઉંદર વસ્તુઓને કોતરી-કોતરીને ખરાબ કરી નાંખે છે. એમાં પણ જ્યારે ઉંદર ઘરમાં હોય ત્યારે અનેક વસ્તુઓને નુકસાન પહોંચાડે છે. જો કે ઉંદરને કાઢવા માટે લોકો અનેક ઘણી મહેનત કરતા હોય છે. આમ, જો તમે પણ ઉંદરથી ત્રાસી ગયા છો તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
- ઉંદરોને ભગાડવા માટે ડુંગળી સૌથી બેસ્ટ છે. ડુંગળીની વાસથી ઉંદર તરત જ ભાગી જાય છે. આ માટે તમે તમારા ઘરમાં જે જગ્યાએ વધારે ઉંદર આવે છે ત્યાં ડુંગળી મુકી દો. આમ કરવાથી ઉંદર આપોઆપ જ ઘરમાંથી બહાર નિકળી જશે.
- ઉંદરને ભગાડવા માટે તમે ફટકડીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ફટકડીને મિક્સરમાં ક્રશ કરી લો અને એનો પાઉડર બનાવી લો. ત્યારબાદ ઘરમાં અમુક-અમુક જગ્યાએ આ પાઉડર નાંખી દો. આમ કરવાથી ઉંદર જતા રહેશે. આ ઉપાય તમે દુકાનમાં પણ કરી શકો છો.
- લાલ મરચું પણ ઉંદરોને ભગાડે છે. ઘરમાં અનેક ખુણામાં તમે લાલ મરચું નાંખી દો એટલે ઉંદરો આપોઆપ જ ઘરમાંથી ભાગવા લાગશે.
- તમારા ઘરમાં પડેલો ફુદીનો પણ ઉંદરને ભગાડે છે. તમારી દુકાનમાં બહુ ઉંદરો આવે છે તો તમે ફુદીનાના પાન દરેક જગ્યાએ મુકી દો. ફુદીનાની સ્મેલથી ઉંદરો ભાગી જશે.
- તમે તમારા ઘરમાં પાંજરું પણ મુકી શકો છો. બજારમાં ઉંદરને પુરવા માટેનું પાંજરું સરળતાથી મળી રહે છે. આ પાંજરામાં તમારે અંદર રોટલી કે ભાખરીનો કટકો મુકવો અને પાંજરું ખોલી દેવું. આમ કરવાથી ઉંદર પાંજરામાં આવી જશે અને પુરાઇ જશે.