માઈક્રોફ્રિક્શન
ગેટ વેલ સુન
ડીનોએ ચર્ચમાં જઈને પોતાની વિશ લખેલી ડાયરી પાદરીને આપતા કહ્યું, “પાદરીજી ક્રિસમસમાં પહેલીવાર મારી વિશ લખેલી ડાયરી લઇને અહીં આવ્યો છું જેમાં એક ખાસ વિશ છે, એ વિશ સાંતાક્લોઝને જલદી પૂરી કરે એવી ઈચ્છા છે. પાદરીએ આશીષ આપતા કહ્યું, “બેટા તારી ઈચ્છા જલદીથી પૂરી થશે.” અને બીજા દિવસે ડીનોના ઘરની આગળ સાંતાક્લોઝના કપડા પહેરેલ વ્યક્તિ હાથમાં પુસ્તક, ચોકલેટ્સ અને દાદાજીના ચશ્માં લઈને આવે છે અને બધુજ દરવાજે મૂકી ત્યાં કાર્ડ લટકાવે છે “ગેટ વેલ સુન”
~ સંકેત વ્યાસ (ઈશારો)