ગૂગલ મેપ આજે લોકો માટે રસ્તો બતાવતુ એક રાહદારી ઓનલાઇન પ્લેટફોર્મ સાબિત થઇ રહ્યુ છે, જેના કારણે અનેક લોકો કે જેઓ અજાણી જગ્યા પર જાય છે તેમણે ગૂગલ મેપ સેટેલાઇટ મેપ થકી મોકલાવેલા એડ્રેસના આધારે યોગ્ય સ્થાન બતાવે છે.
2005માં ગૂગલ મેપ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ, ત્યારથી લઇને અત્યાર સુધી અભજો, અસંખ્ય લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરી ચુક્યા છે પરંતુ ગૂગલ મેપની પણ કેટલીક ટ્રીક છે, જેને તમારે ફોલો કરવી જરૂરી છે. આ ટ્રીકમાં ખાસ કરીને તમે ઘરે બેઠા અન્ય વ્યક્તિને ટ્રેક કરી શકો છો. ખાસ કરીને મિત્રો અને પરીવારના સભ્યોને ટ્રેક કરવા માટે આ પ્રકારની ટ્રીક તમને ચોક્કસથી કામ આવશે. આઇઓએસ અને એન્ડ્રોઇડ આ બન્ને એપ પરથી તમે લોકોને ટ્રેક કરી શકો છો.
જો તમારી પાસે એન્ડ્રોઇડ છે તો તમે સૌથી પહેલા ગૂગલ મેપ ખોલી અને પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરો, ત્યાર બાદ લોકેશન શેરિંગ અને એપ્સ પર ક્લિક કરતા જ તેનો સમય સેટ કરો અને સંપર્ક પસંદ કરો. જો તમારી પાસે ગૂગલનું એકાઉન્ટ નથી તો લોકેશન શેરિંગ લિંકને એડ પીપલ સેક્શન સાથે શેર કરવું પડશએ, તમે લિંકને કોપી કરીને મેસેજિંગ એપ અથવા મેઇલ દ્વારા પણ મોકલી શકો છો.
આ ઉપરાંત આઇફોન, આઇઓએસની અંદર અલગ પ્રકારની પ્રોસેસ હોય છે, તેમાં પણ ખાસ કરીને જીમેલ હોવુ જરૂરી છે. જેમાં પણ ગૂગલ મેપમાં જઇ પ્રોફાઇલમાંથી લોકેશન શેર કરી સમય પસંદ કરી લાઇવ લોકેશન મોકલી શકો છો. એકથી વધુ લોકો સાથે લોકેશન શેર થઇ શકે છે.