આમ તો ગુજરાતમાં ઘણા બધા અભ્યારણ આવેલા છે જયાં અલગ અલગ પ્રાણી અને પક્ષીઓ આપણને જોવા મળે છે. આજે આપણે ગુજરાતમા આવેલા નળસરોવર પક્ષી અભ્યારણ વિશે થોડી માહિતી મેળવીશુ. નળસરોવર અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામા આવેલુ છે જે અમદાવાદ સિટીથી લગભગ 60 કિમીના અંતરે આવેલુ છે.અહિયાં શિયાળા અને ચોમાસામાં કેટલાય વિદેશી પક્ષીઓનુ આગમન થાય છે જે આખા ભારતમા બીજે ક્યાંય જોવા નથી મળતા.
ગુજરાત શિયાળામાં જ્યારે દુનિયાભરના પક્ષીઓ પહોંચી પોતાની હાજરીથી નળ સરોવરને કૈલાસ માનસરોવર બનાવી દે છે. આ પક્ષીઓની હાજરી આ સરોવરને પ્રિય પર્યટન સ્થળ બનાવી દે છે.નળસરોવરમા જ્યારે પાણી ભરાય છે ત્યારે તે ખૂબ વિશાળ અને સુંદર લાગે છે. ચોમાસામાં અને શિયાળામાં આનુ પાણી એકદમ શુધ્ધ દેખાતુ હોવાથી તેવુ દેખાય છે અને પી પણ શકાય છે. ચોમાસુ પુરુ થતાં આનુ પાણી ઘટવા માંડે છે, અને ખારું થવા માંડે છે. જ્યારે સપાટી સુકાય જાય ત્યારે મીઠાના કણોની પોપડી જોવા મળે છે. આ સરોવરમાં લગભગ 350 જેટલા નાના મોટા બેટ જોવા મળે છે. જે બેટ પાણીની ઉપર હોય છે તેની ઉપર ઘાસ ઉગે છે. આસપાસના લોકો પોતાના ઢોરને ચરાવવા માટે અહીં લઈને આવે છે. પાણી ભરપુર રહેવાથી અને સંખ્યાબંધ માછલીઓ અને અન્ય નાના જીવોનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતુ હોવાથી અહીં નવેમ્બરથી ફેબ્રુઆરી સુઘી પક્ષીઓ સૌથી વધુ જોવા મળે છે. છેક ઈરાન અને અફઘાનિસ્તાનને વીંધીને પક્ષીઓ, ખાસ કરીને યાયાવર પક્ષીઓ વધુ આવે છે.
VR Dhiren Jadav