કચ્છનું મોટું રણ કે કચ્છનું મહાન રણ કે માત્ર કચ્છનું રણ, એ મોસમી ક્ષાર કળણ છે જે થરના રણમાં આવેલ છે. આ ભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, અને તેનો અમુક ભાગ સિંધ પાકિસ્તાનમાં આવેલ છે.કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ એ ૩૦,૦૦૦ ચો કિમી નું ક્ષેત્ર છે જે સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી વિસ્તરેલો છે. આ કળણ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામને સ્પર્શે છે.
ભારતના ઉનાળુ ચોમાસામાં સપાટ ક્ષારીય મૃદાનો રણ પ્રદેશ અને સપાટ કળણ જે સમુદ્ર સપાટીથી ૧૫ મીટર ઉંચાઈએ આવેલ છે તે સ્થિર પાણીથી ભરાઈ જાય છે. તેમાં વચ્ચે વચ્ચે કાંટાળા છોડ ઝાંખરા વાળા રેતીના ટાપુઓ હોય છે. આ ક્ષેત્ર મોટાં અને નાના સૂરખાબ (ફ્લેમિંગો)ના પ્રજનન ક્ષેત્ર છે અને તેને સુરક્ષિત ક્ષેત્ર ઘોષીત કરાયું છે. જ્યારે સૌથી વધુ તીવ્ર મોસમમાં પૂર્વમાં આવેલો ખંભાતનો અખાત અને પશ્ચિમમાં આવેલો કચ્છનો અખાત બંને ભેગા મળી જાય છે.
સમુદ્રના પાણીની ભરતી કાળમાં ભારતીય જંગલી ગધેડા જેવા પ્રાણીઓ બેટ તરીકે ઓળખાતી ઉંચી ભૂમિ પર આશ્રય લે છે.
આ ક્ષેત્ર પેલા અરબી સમુદ્રનો છીછરો ભાગ હતો. અસ્ખલીત ઉર્ધ્વગામી ભૂસ્તરીય હલન ચલનને કારણે આ ક્ષેત્ર અરબી સમુદ્રથી છૂટો પડી ગયો અને એક મોટા તળાવ નુ નિર્માણ થયું. હજી સિકંદર (એલેક્ઝાંડર ધ ગ્રેટ) ના સમય સુધી આ તળાવ આવાગમનને લાયક હતું. ઘાઘર નદી જે હાલે ઉત્તર રાજસ્થાનના રણમાં વિલિન થાય છે તે પહેલાં કચ્છના રણમાં વિલિન થતી હતી. સમય જતાં નદીના ઉતરતા છેડા સુકાતા ગયાં અને હજારો વર્ષો પહેલાં તેમની ઉપરની ઉપનદીઓને સિંધુ અને ગંગા નદીઓ દ્વારા સમાવી લેવાઈ. ઈ. સ. ૨૦૦૦માં ભારતીય ભૂસ્તર શાસ્ત્ર સંસ્થાને કચ્છના રણમાં ત્રિભૂજ પ્રદેશ અને નદીના મુખો અને ધારાઓ હોવાનું નોંધ્યું છે.
રાજસ્થાનમાં ઉદ્ગમ પામતી લૂણી નદી કચ્છના રણના ઈશાન ખૂણામાં વિલિન થાય છે અને કળણમાં વિલિન થતી અન્ય નદીઓ પૂર્વથી આવતી રૂપેણ નદી અને ઈશાનથી આવતી પશ્ચિમ બનાસ નદી છે.
આ ક્ષેત્ર ભારતના સૌથી ગરમ ક્ષેત્રોમાંનું એક છે.અંધારી રાત્રિઓમાં એક અગમ્ય નૃત્ય કરતો કે ડોલતો પ્રકાશ જેને સ્થાનીય ભાષામાં ચીર બત્તી (ભૂતોનો પ્રકાશ) કહે છે તે રણ અને તેની આસપાસના બન્ની ક્ષેત્રોને મોસમી કલણ ભૂમિ પર દેખાય છે. જે. પી. દત્તાની બોલીવુડ ફીલ્મ રેફ્યુજી નું ફિલ્મીકરણ કચ્છના મોટા રણ અને કચ્છના અન્ય ક્ષેત્રોમાં થયું છે. આ ફિલ્મ મોટી રીતે કેકી એન દારુવાલાની નવલકથા “લવ અક્રોસ ધ સોલ્ટ ડેસર્ટ” પર આધારિત છે.આ ફિલ્મનું અમુક શૂટીંગ સ્નો વ્હાઈટ નામના બી.એસ.એફને આધીન ક્ષેત્ર, તેરા કિલ્લો, બન્ની ઘાસ ભૂમિમાં પણ થયું હતું. કચ્છમા જોવા લાયક કેટલાય સ્થળો છે એટલે તો કહેવાય છે “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા”.
VR Dhiren Jadav