સ્વપ્નમાં આવો છો ને પાછા ફરો છો,
ગાલના ખંજન ગુલાબી કરો છો.
આંખમાં છે લાગણીનાં હસ્તાક્ષર,
મથું વાંચવા ત્યાં ક્યાં અનુસરો છો.
અહર્નિશ રાતનાં આવાગમન,
પુરાવી હાજરી સ્વપ્નમાં સરો છો.
સ્મિત સાથે રૂબરૂ ક્યારે થાવ છો,
આભાસી થઈ ઓળામાં ઉતરો છો.
કદી બંધ આંખે કદી ખુલ્લી આંખે,
જાદુઈ ખુશબૂ થઈને વિસ્તરો છો.
-દિનેશ નાયક “અક્ષર”
સરડોઈ