~
YASH ZADAFIYA
~
YASH ZADAFIYA
દીકરીને અગ્નિદાહ આપ્યો, તે પહેલા ઈશ્વરને બે હાથ જોડીને કહ્યું હતું, સાસરે વળાવતો હોઉં એવી જ રીતે મારી દીકરીને વિદાય કરું છું, ધ્યાન રાખીશને એનું? અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી, લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું...! એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ આંગણામાં પાણી મૂક્યું હતું... નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું...! દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું... પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે... હું પણ ત્યાં જોઉં છું ને એક નિસાસો નંખાય જાય છે... ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે તપાસ કરાવવાની...
સૌ એ માન્યું આ પવિત્ર બંધન , મીઠું મધુરું રક્ષાબંધન... સ્નેહ અને ભાવ નો અનોખો સંગમ, મીઠું મધુરું રક્ષાબંધન.... કાચા સૂતર ના તાંતણે બંધાયું, ભાઈ બહેન ના પ્રેમ નું બંધન, મીઠું મધુરું રક્ષાબંધન... ન લાગે કોઈ ની નજર નું અડચણ, જાણે હરિએ આંજેલું આંજણ, મીઠું મધુરું રક્ષાબંધન... શબ્દો માં કેમ કરી વર્ણવું સાર ? પ્રેમ કેરી વર્ષા નો જાણે છે શ્રીકાર, મીઠું મધુરું રક્ષાબંધન.... પારુલ ઠક્કર "યાદે"
એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઇને મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે... "હે સ્વામી.. તમે દેવોના દેવ મહાદેવ અને જગતના પિતા હોય ત્યારે હું તમારી પત્ની મને આભૂષણના નામે એક પણ વસ્તુ કેમ નહીં તો હું તમારા થી નારાજ છું. મને જ્યાં સુધી આભૂષણ ઘરેણા નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું." ત્યારે મહાદેવે જરાક હસીને...
ચોમાસામાં માથામાં જૂ વધી ગયા છે? રસોડામાં હાજર આ 5 ઘરગથ્થુ ઉપાયોથી તમે રાહત મેળવી શકો છો આ દિવસોમાં ચોમાસું તેના પૂર્ણ શિખરે જઈ રહ્યું છે. જેના કારણે દેશના મોટાભાગના ભાગોમાં હળવોથી ભારે વરસાદ સતત થઈ રહ્યો છે. જો કે આ વરસાદની મોસમમાં મન હંમેશા ખુશ રહે છે, પરંતુ આ દિવસોમાં માથાના વાળમાં જૂ થવાની સમસ્યા પણ વધી જાય છે. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના 5 ઘરગથ્થુ ઉપાય જણાવીએ છીએ, જેને અપનાવ્યા પછી તમારા માથામાં ક્યારેય જૂ નહીં આવે. નાળિયેર તેલ અને એપલ સીડર વિનેગર નાળિયેર તેલ વિશે આપણે બધા જાણીએ છીએ. આ તેલ વાળમાં લગાવવાથી તે...
કાળાં ડિબાંગ વાદળોને હટાવતો સૂર્ય વહેલી સવારે લીલાંછમ પર્ણોની મુલાયમ ચાદર પર! સોનેરી કિરણો પાથરે ને ત્યારે ચમકતાં ઝાકળનાં બિંદુઓ પર એક અજાણ્યો ચહેરો મલકી ઊઠે મેઘધનુષ બની! ને દૂર દૂર સુધી પથરાયેલી લીલોતરીમાં દેખાય એક પથ પણ અજાણ્યાં એ ચહેરાં સુધીનો! નિશા પટેલ
હિન્દુધર્મશાસ્ત્રોમાં ઠેરઠેર દાનનો મહિમા ગવાયો છે. દાનની ભવ્યતા અને દિવ્યતાનું વર્ણન પાને-પાને જોવા મળે છે. એની પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમકે દાનથી કરુણા, સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાઓનો વિકાસ થાય છે, સમાજનું કલ્યાણ શક્ય બને છે, દાનની અપાર શક્તિ વડે ગરીબી અને સંગ્રહખોરીને સમાપ્ત કરી શકાય છે. દાન વાસ્તવમાં આનંદની પ્રાપ્તિ અને કલ્યાણનું દ્વાર છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારના દાનનું વર્ણન છે જેમકે અન્નદાન, વસ્ત્રદાન, જળદાન, ઔષધદાન, અભયદાન, શક્તિદાન, વિદ્યાદાન, ધર્મદાન, આનંદદાન, ગજદાન, અશ્વદાન, તલદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે વગેરે. આધુનિક સમયે તો રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેનું પણ અનેરૃ મહત્વ છે. દાનમાં ત્યાગની ભાવના કે છોડવાની વૃત્તિગત લાગણી જોડાયેલી...
ના નમવાનો શોખ છે,ના કોઈને નમાવવાનો શોખ છે, મિત્ર છું, મિત્રો સાથે મિત્રતા નિભાવવા નો શોખ છે. જિદ્દી છું, પણ જાહિલ નથી હું, જગત આખું જાણેછે, ના માનવા નો શોખ છે, ના કોઈ ને મનાવવા નો શોખ છે. અભિમાની સામે તો એટલેજ મસ્તક રાખ્યું છે ઊંચું ! ના ઝૂકવા નો શોખ છે,ના કોઈને ઝૂકાવવા નો શોખ છે, જિંદગી તો ઈશ્વરેની અમૂલ્ય ભેટ છે, ના કદી વેડફાય, ના મરવા નો શોખ છે, ના કોઈને મારવાનો શોખ છે . હેસિયત નથી એટલી કે કોઈ ને હું રીઝવી શકું ,પણ ! ના યાચવાનો શોખ છે,ના કોઈ સામે નાચવા નો...
મા બોલ... હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ? પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો, આંખોની પેલે પાર બહુ વાગે છે ને ? તારામાં ઊગી’તી એ નાનીશી વેલને, પહેલાં તો આપ્યો’તો આધાર, તારામાં શ્વસતો એ જીવ હું છું, એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ? અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ? તમારું પણ કેવુ પહેલાં તો પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો, પેટમાં દિકરો નથી એવી ખબર પડે પછી ભગવાનને કહી દો, તમે જ રાખો ! અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ? છૂટાં પડતા રડવું...
સર્વે દેવી-દેવતાઓ સ્વર્ગમાં બિરાજીત છે પરંતુ જગત કલ્યાણ હેતુ ભગવાન શિવ પૃથ્વી ઉપર કૈલાશમાં બિરાજમાન છે અને તેઓ સમગ્ર ભારતમાં 12 જ્યોતિર્લિંગરૂપે સાક્ષાત વિદ્યમાન છે. આ જ્યોર્તિલિંગોમાં ક્રમશઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, અમ્લેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, નાગેશ્વર અને ઘુશ્મેશ્વર છે, જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ | ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧|| પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશઙ્કરમ્ | સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||૨|| વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે | હિમાલયે તુ કેદારં ઘૃશ્મેશં શિવાલયે ||૩|| એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: | સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||૪|| || ઇતિ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્મરણં II...
સ્વાસ્થ્ય સારું હોય તો આપણે પણ ફિટ રહીએ છીએ. આ ભોગદોડભરી જીંદગીમાં સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે તમે જેટલી એક્સેસાઇઝ કરો છો એટલા જ તમે હેલ્ધી અને ફિટ રહો છો. આ માટે તમે તમારી રસોઇમાં કેટલીક એવી વસ્તુઓને એડ કરો જે તમને ફિટ અને હેલ્ધી રાખે. આમ, તમારા માટે સૌથી બેસ્ટ કેલ્શિયમ, પ્રોટીનથી ભરપૂર કાચુ પનીર છે. આ પનીર તમારી માંસેપેશિઓને મજબૂત કરે છે અને સાથે જ આ ખાવાથી શરીરને જરૂરી વિટામીન સી મળે છે. તો જાણી લો તમે પણ સ્વાસ્થ્ય માટે પનીર કેટલું ફાયદાકારક છે. જાણો ક્યારે ખાશો પનીર કાચું પનીર તમે નાસ્તો કર્યાના...
© 2022 MediaHives - All Right Reserved by iGujju.
© 2022 MediaHives - All Right Reserved by iGujju.