એક દુકાનની બહાર પાટિયું લગાડેલું હતું . ‘ અહિયાં ગલૂડીયા વેચતા મળશે .’
એક બાળકે દુકાનમાં પ્રવેશી પૂછ્યું ,’ આ ગલૂડીયાની કિંમત શું હોય ?’
‘ ૩૦ થી ૫૦ ડોલર ‘.
બાળકે ખિસ્સામાં હાથ નાખી કહ્યું , ‘ ઓહ , મારી પાસે તો અઢી ડોલર જ છે , પણ મને ગલૂડીયા બતાવશો ?’
દુકાનદારે સ્મિત વેર્યું . ગલૂડીયાની સંભાળ રાખનાર મહિલા સાથે એને અંદર મોકલ્યો. છોકરો તો પોચા રૂ ના નાના ઢગલા જેવા ગલૂડિયાને દોડાદોડી કરતા જોઈ નાચી ઉઠ્યો , પણ તેમનું એક ગલૂડિયું લંગડાતું હતું . છોકરાએ પૂછ્યું ‘ આને શું થયું છે ?’
દુકાનદારે સમજાવ્યું કે આને અમે તેને પ્રાણીઓના ડોક્ટર પાસે લઇ ગયા હતા . તેને તપાસીને કહ્યું કે તેના થાપના હાડકા બરાબર નથી . તે હમેશા આમ જ લંગડાશે . છોકરો કહે , બસ મારે આજ ગલૂડિયું ખરીદવું છે . દુકાનદારે કહ્યું ‘ તું એની દયા ખાઈ રહ્યો છે , પણ જો તારે સાચે જ એલેવું હોય તો હું તને મફત આપી દઈશ ..’ ‘ મફત શા માટે ?’
હું એની પૂરી કિંમત આપીશ .. આ અઢી ડોલર અત્યારે અને દર અઠવાડિયે પચાસ – પચાસ સેન્ટ..પૂરી કિંમત ચૂકવ્યા પછી તેને લઇ જઈશ ..
દુકાનદાર કહેવા લાગ્યો ,’ પણ તું આવું લંગડું ગલૂડિયું શા માટે લે છે ? તે કદી બીજા ગલૂડીયા ની જેમ રમી , દોડી કે નાચી કૂદી નહી શકે ..’.
છોકરાએ દુકાનદારની આંખોમાં આંખ પરોવી અને પોતાના પેન્ટને ઊંચું ચડાવ્યું . તેનો ડાબો પગ નબળો અને વાંકો હતો અને તેના પર લોઢાના સળિયા વાળો લાંબો બૂટ તેને પહેર્યો હતો . તેને ધીરેથી કહ્યું , ‘ હું પણ રમી , દોડી કે કૂદી નથી શકતો..અમે બન્ને એકબીજાને સમજી શકીશું ,,અમને એકબીજાની જરૂર છે..!!
‘‘ઘાયલની ગતિ ઘાયલ જાણે.’’
– ડેન ક્લાર્ક ( વિધરીંગ ધ સ્ટોઝ ).