ગર્ભવતી માટે માટે સંપૂર્ણ આહાર? કેવો હોવો જોઈએ, ગર્ભવતી મહિલાનો આહાર આયરનથી ભરપૂર કરવા માટે…
જ્યારે કોઈ પણ મહિલા ગર્ભવતી બને છે. ત્યારે તેને પોતાની સાથે સાથે પોતાના આવનાર બાળકનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એ સમયે ગર્ભવતી મહિલાએ તેના આહારમાં આયરન, કેલ્શિયમ અને વિટામીન્સ સામેલ કરવા ખુબ જ જરૂરી હોય છે. ત્યારે આવો જાણીએ ગર્ભવતી મહિલાઓ માટે તેનો આહાર કેવો હોવો જોઈએ.
* પાલકમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, આયર્નની સાથે સાથે વિટામિન સી પણ પાલકમાં હોય છે. જે ગર્ભવતી મહિલાના શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. સાથે જ વિટામિન સી શરીરના તમામ ભાગોમાં આયર્નને શોષી લે છે. પાલક, અન્ય લીલા શાકભાજી પણ આયર્નથી સમૃદ્ધ છે.
* દરરોજ સફરજન ખાવાથી સગર્ભા સ્ત્રીઓ અને એનિમિયાવાળા બાળકોના વિકાસમાં લોહીની અછતને કારણે આવતી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
* આમળામાં હાજર વિટામિન સી શરીરના તમામ ભાગોમાં લોહીનો પ્રવાહ વધારવામાં પણ મદદ કરે છે.
* તુલસીમાં આયર્ન પણ ભરપૂર હોય છે, જે સગર્ભા સ્ત્રીના શરીરમાં હિમોગ્લોબિનની માત્રાને પૂર્ણ કરવામાં મદદ કરે છે.
* શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પુષ્કળ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. આના કારણે શરીરમાં હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે અને વંધ્યત્વની સમસ્યા દૂર થાય છે. દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવુ જોઈએ.
* જો તમે ઈંડાનું સેવન કરો છો તો પ્રેગનેન્સી દરમિયાન તમે ઈંડાનો પીળો ભાગ ખાવ.