વણિકોમાં શાહ અટક ક્યારથી અને કેવી રીતે આવી?
ગુજરાતી હિંદુઓમાં શાહ અટક માત્ર વણિક કોમમાં જ જોવા મળે છે.
શાહ એટલે વાણિયો એવી માન્યતા રૃઢ થઈ ગઈ છે. વહાણે ચઢી ને વિદેશો સાથે વેપાર કરનાર ” વાણિયા ” પરથી વાણિયા અટક આવી હોવાનું કહેવાય છે.
આપણે ત્યાં વાણિયાના નામની આગળ શાહ ઉપનામ ઘણું કરીને લગાડવામાં આવે છે.
જો તેની બીજી કોઈ અટક હોય તો તેના નામને અંતે મૂકાય છે.
વાણિયાના નામની મોખરે શાહ શબ્દ મુકાવો જ જોઈએ એવી પ્રથા છે.
તેઓ કહે છે કે આ શાહ અટક શેના ઉપરથી પડી તે સંબંધી અનેક તર્કવિતર્કો થયા છે.
(મુસલમાન લોકોમાં પણ શાહ અટક છે) .
૧૫મી સદીના ઉત્તરાર્ધમાં અહમદશાહ પછીના સુલતાનોમાં એક મહમૂદશાહ ‘બેગડો’ પણ થયો હતો .
એણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીતી લીધા હોવાથી “બેગડો” કહેવાયો.
એ કાળે ચાંપાનેરની ભારે જાહોજલાલી હતી. એવામાં કારમો દુષ્કાળ પડયો.
લોકો મુઠ્ઠી ભર ધાન માટે ટળવળવા લાગ્યા.
ત્યારે બેગડાએ ચાંપાનેરમાં આવી મહાજન શ્રેષ્ઠિઓને બોલાવીને કહ્યું કે :
” તમે વણિકો ધનાઢ્ય છો એટલે ચાંપાનેરનું મહાજન ભેગું થઈને રાજની પ્રજાને દુકાળ તરાવી દ્યો.
નહીંતર ‘શાહ‘ અટક લખવાનું છોડી દ્યો. એક માસની મહેતલ આપું છું.”
મહાજનના મોવડી ચાંપશી મહેતાએ પડકાર ઝીલી લીધો, એમણે ચાંપાનેરના મહાજન ને દુષ્કાળના ખરડામાં ચાર મહિનાનું ખર્ચ લખાવ્યું.
અડખે પડખેના વાણિયાઓએ બીજા ૨ માસ લખાવ્યા.
પછી મહાજન મંડળ બાકીના છ મહિનાના ખર્ચ માટે પણ ટીપ-ફાળો કરવા નિકળ્યું.
તેઓ ઘોડા લઈને ધોળકા થઈને ધંધુકા જવા નીકળ્યા.
રસ્તામાં હડાળા ગામ આવ્યું.
ત્યાંનો એક લઘરવઘર વણિક મહાજન ને પોતાના ઘેર લઈ ગયો — આગતા સ્વાગતા કરી.
સૌને રંગેચંગે જમાડયા,
અને પછી બે હાથ જોડીને બોલ્યો ” શેઠિયાઓ, આજથી દુકાળ તરવાની ટીપ બંધ કરો. રાજની પ્રજાને દુકાળ તરવા જે જોઈશે ઈ તમામ ખર્ચ, દાણોદુણી, ઘાસચારો હું પુરા પાડીશ. ચિંતામુક્ત બની ચાંપાનેર પાછા જાવ. પધારો અને બેગડાને કહો દુકાળની કોઈ ચિંતા ન કરે. ”
એ પછી આ ભાલ પંથકના હડાળા ગામના
ખેમા દેદરાણીએ
પોતાના ભર્યા ભંડાર ખુલ્લા મૂકી દીધા.
આ વાતની જાણ થયા પછી મહંમદ બેગડાએ ખેમા દેદરાણી અને એના તપસી બુઢ્ઢા બાપને ચાંપાનેર તેડાવ્યા.
દરબાર ભરીને બેગડાએ ચાંપસી મહેતા, મહાજનના શ્રેષ્ઠિઓ, ખેમો દેદરાણી, અને એના બાપુનું દબદબાપૂર્ણ રીતે સન્માન કરીને
મહંમદ બેગડાએ ફક્ત એટલું જ કહ્યું ઃ
” ગુજરાતમાં આજથી પ્રથમ ‘શાહ’ વાણિયા,
ને બીજો શાહ સુલતાન બેગડો ” .
ત્યારથી પ્રજા અને મૂગાં ઢોરઢાંખરનો જીવ બચાવનાર જૈન વણિકોને ‘શાહ‘ શબ્દનો શિરપાળ મળ્યો.
આ પૂર્વે માત્ર રાજદરબારમાં ‘શાહ’ શબ્દ રાજ્યના ઉચ્ચ અધિકારી કે સુલતાનને માટે જ વપરાતો.
આ દિવસથી ‘શાહ‘ શબ્દ સમગ્ર વણિકોની નાત માટે વપરાતો થઈ ગયો.
લોકજીભે એની કહેવત રમતી થઈ — કે :
પ્રથમ શાહ તે વાણિયા
બીજા શાહ તે સુલતાન.
સૌરાષ્ટ્રના જૈન વણિકોમાં ‘ગોસલિયા‘ અટક મળે છે.
જૂના કાળે પોતાને ત્યાં ગૌશાળા રાખી ઘણીબધી ગાયોનો ઉછેર કરનારા વણિક કુટુંબો ગોસલિયા અટકથી ઓળખાયા.✍🏽
તમને પણ કોઈ બીજી અટકો નો ઈતિહાસ ખબર હોય તો જરુર થઈ Share કરજો !!