ગરમીના વાતાવરણની અસર અનેક લોકોને થતી હોય છે. કડકડતી ગરમી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આ દિવસોમાં તમને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમને કોઇ કારણોસર બહાર જવાનું થાય છે તો તમે અનેક રીતે પોતાનું ધ્યાન રાખીને જાવો જેથી કરીને તમે બીમાર ના પડો. આ વાતાવરણની અસર બાળકો પર પણ સૌથી વધુ પડે છે. સ્કિન પણ બ્લેક થવા લાગે છે અને રેસિશ પડવા લાગે છે. તો જાણી લો તમે પણ કડકડતી ધૂપમાં તમારા બાળકોનું કેવી રીતે ધ્યાન રાખશો…
આ રીતે બાળકોના કપડાનું રાખો ધ્યાન
જ્યારે પણ તમે તમારા બાળકોને બહાર લઇને જાવો છો ત્યારે એમનાં કપડાનું ખાસ ધ્યાન રાખો. તમે તમારા બાળકોને કોટનના કપડાં પહેરાવો. આ કપડામાં તમારા બાળકને ગરમી ઓછી લાગે છે અને બાળકોના સ્કિન પર રેશિશ પણ પડતા નથી. કોટનના કપડામાં બાળકો ઠંડક મહેસુસ કરે છે.
બાળકોને રેશિસથી બચાવો
નાના બાળકોની સ્કિન બહુ જ સેન્સેટિવ હોય છે, જેના કારણે એમને બહુ જ જલદી રેશિસ પડવા લાગે છે. આ માટે તમે તમારા બાળકને કોટનનો દુપટ્ટો હળવો બાંધીને રાખો જેથી કરીને રેશિસ ના પડે. જ્યારે પણ તમારા બાળકને તમે બહાર લઇ જાવો ત્યારે ક્રીમ અથવા પાઉડર લગાવો. આમ કરવાથી તમારા બાળકને ખંજવાળ નહિં આવે.
બાળકોને તડકામાં લઇ જશો નહિં
તમારું બાળક નાનું છે તો તમે બપોરના તડકામાં જવાનું ટાળો. તમારા બાળકને ઘરમાં જ રાખો. બાળકોની સ્કિનમાં મેલાનિનની માત્રા ઓછી હોય છે જેના કારણે સૂર્યના તેજ કિરણો એમના વાળ, આંખ અને સ્કિન માટે નુકસાનકારક સાબિત થાય છે. આ માટે તમે બાળકને આકરા તાપમાં લઇ જવાનું ટાળો. તમારે બહુ ઇમરજન્સી કામ છે તો તમે કારમાં લઇ જાવો જેથી કરીને ગરમી ઓછી લાગે.