શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે.
ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે.
અવતાર
ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.
૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી, દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની, શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી, સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે.
૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતી જ છે.
૪) કળિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે
બાર નામ:
ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી પાર્વતી
ભાઈ- શ્રી કાર્તિકેય
પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ- લાલ રંગનાં
પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ- જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
ગણપતિ આરતી આરતી ફાયદા
ગણપતિ આરતી નિયમિત પાઠ કરવાથી મનને શાંતિ મળે છે અને તમારા જીવનમાંથી આવતી બધી દુષ્ટતાઓનો અંત આવે છે અને તમને સ્વસ્થ, સમૃદ્ધ અને સમૃદ્ધ બનાવે છે.
ભારતમાં આવેલા 10 જાણીતા ગણપતિ મંદિર અને તેનું મહત્વ
ઐઠોર મંદિર, ગુજરાત
કોઠ ગણપતિ મંદિર, ગુજરાત
શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, મુંબઇ
કનિપકમ વિનાયક મંદિર, ચિત્તૂર
મધુર મહાગણપતિ મંદિર, કેરળ
રણથંભોર ગણેશ મંદિર, રાજસ્થાન
મોટી ડુંગરી ગણેશ મંદિર, જયપુર
કરપગા વિનયગર મંદિર, તમિલનાડુ
સાસિવેકાલુ અને કાદાલે કાલુ ગણેશ મંદિર, હમ્પી, કર્ણાટક
ગણપતિપુલે મંદિર, રત્નાગિરી, મહારાષ્ટ્ર
ગોપ્યાત ગોપિતાશેષભુવનાય. ચિદાત્મને|
વિશ્વમુલાય ભવ્યાવ વિશ્વસૃષ્ટિકરાય તે |
નમોનમસ્તે સત્યાય સત્યપૂર્ણાય શુણ્ડિને|
એકદંતાય શુદ્રાય સુમુખાય નમો
ભવિષ્યન્તિ ચ યે પુત્રા મત્કુલે ગણનાયક |
તે સર્વ તવ પૂજાથે નિરતા સ્યુવૅરો મત: |
પુત્રપ્રદમિદં સ્તોત્રં સવૅસિદ્રિપ્રદાયકમ્
લેખિકા દેસાઈ માનસી શાસ્ત્રી અનેરી