સવારે ઉઠતા સ્નેહી તરત બારી પાસે ઉભી રહી અને મોટા મોટા શ્વાસ લઇ ને ફ્રેશ થઈ ને રસોડા માં નાશ્તો ચા બનાવવા આવી મન માં અઢળક પ્રશ્નો હતા આ પ્રશ્નો ના ગદમથલ માં ચા સાથે ઉપમા ની ટ્રે લઇ દરેક ના રૂમ માં મૂકી આવે છેઃ આ બધું જ નીવ ઊંડા શ્વાશ નાખી ને સવાલિયા નજર થઈ જોયા કરે છેઃ
નીવ સ્નેહી ને ઉભી રાખતા એને જોઈ એક પ્રશ્ન પૂછવા જાય છેઃ ત્યાં જ સ્નેહી નીવ ના હાથ ને પકડી તરત કહે છેઃ ” હા આ બધું પતાવી ને હું નીકળી જઈશ બસ ફરજો છેલ્લા સાત વર્ષ થી નિભાવતા નિભાવતા હવે આ બધા ની આદત પડી ગઈ હતી એટલે ” નીવ એને જોતા બોલ્યો તો પણ છોડીને જશે? સ્નેહી ‘ જીવન માં શું ફક્ત ફરજો જ હોય છેઃ કે? પ્રેમ, હક, આનંદ, હરવું ફરવું, પોતાની પળો. શું આ બધું જીવન માં એડ નથી? હશે નીવ હું અનાથઃ ભલે છું પણ નોકરાણી બનીને ફક્ત ઘર ના કામકાજ માટે જ અહીં રોકાઈ ને રહું એ મારાં સ્વાભિમાન વિરુદ્ધ છેઃ
નીવ એ આમ પણ આ બધું સમજતો જ હતો એણે બિઝનેસ ને લઈને ઘણી ટુર કરી હતી એટલે એક છોકરી ના મન માં લગ્ન રિલેટેડ શું શમણાં ઓં હોય એ જાણતો જ હતો એ ફક્ત પોતાના માટે જ સ્નેહી ને રોકવા ચાહતો હતો
સાડા નવ થતા જ સ્નેહી એ નીચે ઉતરતા નીવ ની સામે એક ઊડતી નજર મારી અને ખુલ્લા દરવાજા આગળ આવીને એક મોટી બેગ ને મૂકી નીવ એની સામે આવીને ઉભો રહ્યો એને જોતા બોલ્યો ‘ આ શું છેઃ સ્નેહી? તમારા પરિવાર દ્વારા જેકાંઈ મને લગ્ન માં આપવા માં આવ્યું હતું એ આ બેગ માં છેઃ બસ બધું આપી ને જાઉવ છું ‘ નીવ ને એની મોટી બેને બોલેલા કડવા વેણ યાદ આવી ગયા ” માંગો ને પેલી પાસે બધું જ પચાવીને એસેલી છેઃ બેશરમ અનાથઃને શાના શોખ હોય? શોખ તો અમારા જેવા લોકો ના હોય

નીવ પોતાની લાચારી પર ગુસ્સો આવતો હતો એણે મન માં એક નિર્ણય લઇ લીધો હતો
સ્નેહી એ આખો માં આંસુ સરતા મોટા શ્વાસ લઇ ને ખુલ્લા દરવાજા ને ધ્યાન થી જોઈને ઉંમ્બર બહાર પગ મુક્યો ને નીવ ને જોયા વગર જ નીકળી ગઈ. ઘર ના સભ્યો કલ્લાક પછી ઉઠ્યા કોઈ બીજી વાર ના ચા નાશ્તો તો કોઈ કપડાં ઈસ્ત્રી કરેલ તો કોઈ ટિફિન તો કોઈ ફાઈલ તો કોઈ ગ્રીન ટી આમ દરેક સભ્યો સ્નેહી પાસે ઓડર જડતા હતા નીવ બધા ના નખરા ખરાબ વર્તનં જોઈ જ રહ્યો હતો અને સાસરે પ્રણાવેલી બેન મહિના ના 23 દિવસ પિયરે પડેલી રે તોય વહુ ને નોકરાણી ગણી સાસુ પોતાના દીકરાના સઁસાર ને બગાડી દીકરી નું રાજ ચલાવે પિતા ખોટા રુઆબ માં રહી ભાઈ ભાભી નું બેઠાંડુ જીવન જોઈ હસી પડ્યો બધા જ છેલ્લે બૂમો પડી થાકી ગયા અંતે આગળ રૂમ માં આવ્યા ને નીવ ને પૂછ્યું કયા ગઈ પેલી? આ અમારે મોડું થાય છેઃ નિવે તરત હસતા ખ્યું જેનું નામ સરખી રીતે બોલી પણ ના શકો એની પાસે થી કેટલી બધી આશાઓ રાખો છો મને નવાઈ એ વાત ની છેઃ ક હું તમારો દીકરો છું? નિવે અમુક કાગળિયાઓ બધાની સામે ફેંક્યા ને પેલી બેગ પણ ફેંકી ને ખ્યું ” આજ થી આ બધું જ તારું મમ્મી, બેન, ભાભી, પપ્પા, ભાઈ બધું જ તમારું હું મારો હક પણ છોડું છું અને તમને પણ અફસોસ બસ એ વાત નો છેઃ ક હવે તમારા ઉપ્પર મારાથી અફસોસ પણ નહીં કરાશે
હવે બધું જ ઘર રસોઈ ઓફિસ બિઝનેસ બધું જ જાતે જ કરો અને મને ભૂલી જાવ ”
નીવ એક નાનકડી બેગ માં પોતાની જરૂરિયાત ના કાગળો લઇ એજ ખુલ્લા દરવાજા થી બાર નીકળી ગયો
આખો પરિવાર આ જોઈ ને કદાચ ડઢાઈ ગયા હતા એ લોકો સમજી જ નતા શક્યા કે નીવ એ શું કહ્યું? નીવ ના પિતા એ કાગળ વાંચ્યા અને ધબ્બ દઈ ને સોફા પર બેસી ગયા એક પવન નો સુસ્વતી અચાનક આવ્યો ને ” ખુલ્લો દરવાજો ” જોરથી બન્ધ કરી ગયો