ખાલીપો એટલે ખાલીપણું… ખાલી મન. એકલાપણું અસહ્યનીય લાગે. એકાંતમાં યાદોનો કાફલો આવી જૂની… ભીની મીઠી… વાતો એ ખખડાવી રહે. એ વ્યાપ વેદના જે વેઠે એને જ ખબર હોય… ખાલીપો… ક્યારેક સાથીપણાં ન હોય તેનો હોય.. તો ક્યારેક… ખાલીપો ધન નો હોય ગરીબી થી.. પણ ખાલીપો સદાય અકળાવનાર જ હોય… એકાંત વાસ જુઓ… કોને ગમે કે.. કેવો જીવાય એ જીવ્યું જાણ્યું અનુભવ્યું હોય એને જ ખબર હોય. આપણે માનવી શ્રેષ્ઠ છતાં ખાલીપા ને સહી શકતાં નથી. આપણે મોહ માયા થી દુઃખી છતાં સગાં સંબંધી ફુટુંબ પરિવાર સમાજનાં સમુહમાં રહેવા ટેવાયેલાં છીએ એટલે ખાલીપો સહી શકતાં નથી.
એક એકલવાયું વ્યક્તિ કાયમ બીજાનો સાથ ચાહે છે તેથી જ તો ધર કુટુંબ પરિવાર સમાજ રચાયાં હશે. એ વાત સત્ય છે કે જીવનમાં સાથ જરુરી છે તેથી સગપણ બને છે લગ્ન સંસ્થા ઓ બની છે. સુખ દુઃખ અને હર સારાં ખરાબ નાનાં મોટાં કાર્યક્રમ માં સાથી સંગઠન જરુરી લાગે છે સૌને જીવન માં હાસ્ય રંગત ગમે જે સાથી.. દોસ્તી કે સંબંધોથી બને છે… ને રોનક લાવે છે જેવું જેનું ગજું એવી રોનક સૌ ચાહે છે ને જીવન એકધારું ચાલતું હોય એમાં મોજ મજા નાં રંગ સહજ પૂરાય છે.
એકલવાયું જીવતાં એકલપેટીયું ખાતાં.. કદી આનંદ મોજ મજા માણી શકતાં નથી… એકલાપનમાં નારાજગી ને રંજ ઝળકી તેનું જીવન દર્શન કરાવી રહે છે… સાથી સંગી વગર કદી.. આનંદ મળી જ ના શકે.. પશુ પંખી ઓ જીવ જંતુઓ કે જીવન સૃષ્ટિ…ને નિહાળશો તો તમને ટોળામાં રહેતાં દેખાશે. ટોળામાં રહેવાથી સંગ સાથ રાહત ચાહત તેમજ સુરક્ષિતતા પણ રહે છે.. દુશ્મન સામે રક્ષણ મળે છે….આપણે માનવ છીએ તો એકાંકી પણું કેમ સહી શકીએ… હા કોઈ ને એકલું રહેવું ખાલીપો ગમતો હોય તો તે વ્યક્તિ કાં તૈ અતડો હૈય કાંતો મોટું સર્જન કરનાર હોઈ શકે…. ખાલીપો જેને ગમે એ ઘણી વાર પાગલ મન હોય… અશાંત હોય….. એ વિનાશક પણ બની શકે કહેવાય છે ને નવરું મન શેતાન નું ઘર… નવરો નખોદ વાળે.. ને અવળું વિચારી ક્યારેક હાનિકારક પગલું ભરી લેવા નું સાહસ કે દુઃસાહસ કરી બેસે છે.. અજુગતું કરી બેસે છે. એટલે તો કહેવાય છે કે ખાલીપો અંતર ને ખખડાવી ખોટું કરાવે.. અહીં કહેવું યોગ્ય ગણું છું કે થોડી વાર એકલાં નિરાંતે આત્મ મંથન કરતાં નવલું સારું સર્જન થઈ શકે છે.. જેમ કે મેડિટેશન એકાંતમાં કરવાથી મન ચિત શાંતિ પામે છે તન તરોતાજા બને છે.. લેખક સારા વિચારોનું સર્જન કરી શકે છે અરે મોટાં ચિંતન કરનાર સારાં ગ્રંથો રચી શકે છે. અરે મોટા શંસોધન કાર પણ.. એકાત થઈ જ નવું વિચારી નવું કરી રહે છે… માટે અહીં કહેવું પડે છે કે એકાત વાસ લાંબો ન હોવો જોઈએ… લાંબો એકાંત વાસ ખાલીપો આપે છે… એ ખાલીપો કદાચ ખરાબ પરિણામ લાવે… ક્યારેક શાંત રહેવા મનોબળ મેળવવા એકાત માં રહેવું જોઈએ પણ… એ એકાંત ઉધામા લાવી ખાલીપા માં ફેરવાઈ કનડે એ પહેલાં ખાલીપાને યોગ્ય જે રીતનો ખાલીપો હોય એ રીતે તોડવા છોડવા પ્રયાસ કરવો જોઈએ… સાધુ સંતો પણ એકલાં રહેતાં હૈય પણ કૈઈ એમને મળે સભાઓ કરે ત્યારે એમને ગમે છે… ખાલીપો વેઠનાર કદી વિકૃત માનસ નો બની જવા પામે છે… અંતમાં કહેવાનું કે સાથ સાથી વગર નો ખાલીપો પ્રભુ કોઈને ન આપે… ખાલીપો સદાય ખોખરૈ હોય જે… ભિતરથી તુટી ગયેલો હોય… શક્ય હોય તૈ ખાલીપાને ભરવાનું કરજો… સાથ સંગી થજો.. મિત્ર ભાવ કેળવજો… રખે ખાલીપો પુરાઈ આનંદનું જીવન જવી શકે…. અસ્તુ..