જીવનના બે અમૂલ્ય સ્વાદની કટી બટી,
આપણા બધાની વ્હાલી ખાટી મીઠી.
ખાવામાં કહો કે સંબંધોમાં, આ રસ છે જરૂરી,
ખાટી મીઠી કર્યા વિના કોઈ વાત ન થાય પુરી.
વધારે ખટાશ જીભ ચચરી નાખે,
વધુ મીઠાશ પણ મોઢું ચડાવે.
માપમાં બન્ને સારા લાગે,
કોઈ એકની ઉચનીચ કામ બગાડે.
બાળપણની યાદો હોય છે કેટલી સારી,
ઇમલી, સોડા કે રંગબેરંગી પીપ્પી.
જ્યારે મિત્રો સાથે ફેલાવી કિલકારી,
ત્યારે દાઢે સ્વાદ મૂકે ખાટી મીઠી.
હવે મોટા થયા અને તેવર બદલાણા,
હવે ખાટી મીઠીને નવા નામ અપાણા.
“ખરાબ ન લગાડ, મજાક કરું છું યાર!
મારા કટાક્ષમાં પણ છે મારો પ્યાર.”
નાના મોટા ક્ષણોથી બન્યું છે આ જીવન,
એકબીજા સાથે સમય વિતાવીએ મનભાવન.
ખાટી મીઠી કરીએ, પણ મન હોય સાફ સુતરું દર્પણ,
પોતાની ખાટી મીઠીમાં કોઈ યાદ કરે તુજને પણ.
શમીમ મર્ચન્ટ