બળે છે દીવાસળી ને બળે છે લાગણી ભીતરમાં,
ખબર નહીં! અહીં પાછળથી પંચાત કેમ કરે છે માનવી?
આખી જિંદગી રહીશ તારી સંગાથ એવું કહે છે,
ખબર નહીં! એકબીજાના દિલમાં નફરત કેમ ભરે છે માનવી?
સામે રહી કરે મીઠી વાતો ને પાછળથી બોલે જૂઠું,
ખબર નહીં! જુબાન પર ખંજર લઈ કેમ ફરે છે માનવી?
આ સળગતી દીવાસળી ઘણું સમજાવી જાય છે,
ખબર નહીં! બધાં અહીંયા મોતથી કેમ ડરે છે માનવી?
એક દિવસ સળગીને રાખ જ થશે “અજય” શરીર આખું,
ખબર નહીં! જીવંત હોવા છતાં કેમ મરે છે માનવી?
અજય ગૌસ્વામી “અર્શ”