ખડા મસાલામાં ઉપયોગમાં લેવાતુ આ ચક્રફુલ વજન ઘટાડવામાં છે કારગર, જાણો ફાયદા….
મોટાભાગના લોકોને મસાલાવાળો ખોરાક ગમે છે, કારણ કે કેટલાક મસાલાનો સ્વાદ જ અલગ હોય છે. જે ભોજનને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઘરોમાં વિવિધ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે એલચી, તજ, તમાલપત્ર, કાળા મરી, ચક્રફુલ, લવિંગ વગેરે.
ખડા મસાલામાં તમે ચક્રફુલનો ઉપયોગ કરી શકો છો. હા, ચક્રફુલમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. આમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિબેક્ટેરિયલ જેવા તત્વો વજન ઘટાડવામાં મદદ કરે છે તેમજ શરીરને અન્ય સ્વાસ્થ્ય લાભો પણ પ્રદાન કરે છે. તો ચાલો જાણીએ ચક્રફૂલના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે.
ચક્રફુલના ફાયદા
રોગપ્રતિકારક શક્તિ વધારે છે-
ચક્રફુલમાં વિટામિન સી વધુ માત્રામાં જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને અન્ય રોગો સામે લડવાની ક્ષમતા વિકસાવે છે. એટલું જ નહીં પરંતુ તે વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે. જો તમે રોજ ચક્રફુલના પાણીનું સેવન કરશો તો વજન ઘટાડવાની સાથે તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છે
ચક્રફુલમાં ઘણઆ એવા તત્વ હોય છે જે શરીરમાં ગંદકી બહાર કરી છે અને શરીરને ડિટોક્સ બનાવે છે અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે.
પાચનતંત્રમાં સુધારો આવવો
ચક્રફુલમાં એન્ટીઓક્ટીડેન્ટ ગુણ હોય છે. જે શરીરના સોજાને ઓછો કરે છે. આ સાથે જ વજન પણ ઓછો કરે છે. ચક્રફુલ પાચનતંત્ર માટે એકદમ બેસ્ટ છે.
કેવી રીતે ચક્રફુલનું પાણી બનાવવું.
એક ગ્લાસ પાણી લો
તેમાં 2 ચક્રફુલ નાખો
આખી રાત તેને આવી રીતે રહેવા દો
હવે સવારે પાણીમાંથી ચક્રફુલ કાઢીને તે પાણીને પી લ્યો…
ખોરાકમાં ચક્રફુલનો ઉપયોગ
તમે કોઈપણ ખોરાકમાં 1થી 2 ચક્રફુલનો પાવડર નાખો. આ રીતે, તમે ખોરાકમાંતેનું સેવન પણ કરી શકો છો.
ચક્રફુલ આખુ ખાઓ
જો તમારીથી ચક્રફુલ ચાવી શકાઈ તો તેનાથી તમને ઘણી સમસ્યામાંથી રાહત મળે છે.