ખંતથી કેવી, સુગરી ગૂંથે છે રૂપાળો માળો,
વૃક્ષની ડાળીએ ઝૂલતો નિરાળો માળો.
વીણી લાવી તંતુ તંતુ ગૂંથે તાણાવાણા,
નિસર્ગ સાથે જાણે સરવાળો માળો.
સુગરી ગૃહ નિર્માણમાં કુશળ ઇજનેર,
હરહાલમાં રહે સુરક્ષિત સુવાળો માળો.
ઉડે સુગરીને ચાંચમાં લાવે પાનના રેસા,
મૌસમમાં સુગરી મેળવતી તાળો માળો.
માળાની બારીક ગૂંથણીમાં સુગરી માહિર,
એથી જ ટકી શક્યો છે હૂંફાળો માળો.
-દિનેશ નાયક “અક્ષર”