“અમુક યાદ મારકણી હોય છે,
એ બાળતી અને ઠારતી એક સાથે હોય છે.”
સુરેશ ભાઈ એમની આદત મુજબ જ સવારે એક હાથ માં ચા ને માણતા ને એક હાથ થી અખબાર પકડતાં.. ચશ્મા પહેરીને એકદમ ધ્યાન કેન્દ્રીત કરીને આજુબાજુની દુનિયાનું ભાન ભુલીને ટટ્ટાર બેસીને છાપું રોજે વાંચતા હતાં.. પણ એ દિવસે કંઈક અલગ હતું.. એમના એક હાથમાં ચા ના બદલે ચશ્મા હતાં અને ટટ્ટાર ના બદલે એ એકદમ શાંતિથી ટેકો લઈને ઊંડા વિચારો માં ડૂબ્યાં હતાં ને એમનું અખબાર પણ પગ નાં ગોઠણ પર હતું… મને જોઈને કંઈક અલગ લાગ્યું કે આમ અચાનક પપ્પા ને શું થયું હશે.?
“યાદોનું સંભારણું લઈને બેઠા હતાં,
એમાં સમયનું ક્યાં ભાન થતું હતું”
મેં કંઈ પુછ્યા વગર એ અખબાર હાથ માં લીધું હતું. પછી જ્યારે હેડલાઈન ‘ગોતાના ફ્લેટ માં આગ’ જોઈ હતી ત્યારે હું પણ ડગાઈ ગઈ હતી.. અને મને પપ્પા ની મુંઝવણ સમજાણી હતી કે એ હાલ ૨૭ જુલાઈ ૨૦૧૯ માંથી સીધા ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ના ફ્લેસ બેક માં પહોંચી ગયા હતાં..
જેની હેડલાઈન્સ માં ગોધરા માં સળગાવેલો સાબરમતી એક્સપ્રેસ નો સળગતો S-6 કૉચ હતો..
“ક્ષિતિજનો વ્યાસ કરી મૃગજળ માં ગોથા ખાઉં છું.”
નામ:- આરતી. ઉંમર ૨૦ વર્ષ. નામ એવા જ ગુણ હતાં. સચ્ચાઈ ની ન્યાય આપતી અને બુરાઈ સામે એ ભડકતી હતી.. મનની એકદમ ચોખ્ખી અને ખુશમિજાજી, ચહેરો એકદમ ગોળ અને ગાલ થોડા ભરવાદાર, મોટું કપાળ અને માપસર ની હાઈટ સાથે માપસરનું વજન, અને અવાજ અને ધાક તો એવી કે આજ ની લેડી સિંઘમ હોય. મા-બાપ ની લાડલી દિકરી એટલે આરતી. એ એમના મમ્મી(હંસા બેન) પપ્પા (નરેન્દ્ર ભાઈ) અને ભાઈ (અનુજ) સાથે અમદાવાદ માં રહે છે.
અમદાવાદ દસકોઈ કલેકટર કચેરી માં કામનો બોજ હાલની તારીખ માં પણ રહે છે અને પહેલા પણ રહેતો હતો.કચેરી માં ફરજ બજાવતા કર્મચારી વધારાનું કામ માટે પહોંચી ના વળે એટલે સુરેશ ભાઈ અને મુકેશ ભાઈ એ હેમલતા બેન જે મધ્યાહન ભોજન માં ફરજ નીભાવતાં હતાં એમને વાત કરી હતી કે કોઈ છોકરીઓ કે છોકરાઓ હોય જે ખેડુત પોથી લખી શકે સમજ ધરાવે તો કંઈક એમને આ બોજ હળવો થાય.. નહીંતર તો ૧૨ કલાક કરતા વધારે તો ઑફિસ માં કામ જ રહે છે.. હેમલતા બેને એમની દીકરી ભારતી ની ભલામણ કરી હતી અને બીજી છોકરીઓ ને વાત કરી હતી કે કોઈને જરૂર હોય તો ઑફિસ માં મળવાનું કીધું હતું..
આરતી એ ડિપ્લોમાં પતાવ્યું પછી એણે દસકોઈ કલેકટર કચેરી માં ખેડુત પોથી લખવાનું કામ એક મિત્ર ની મદદ થી મળ્યું હતું. ભારતી પણ એ જ કચેરી માં ફરજ નીભાવતી હતી..
નામ:- ભારતી ઉંમર ૨૦ વર્ષ એકદમ શરમાળ પ્રકૃતિ ની હતી.જલ્દી થી કોઈના સાથે હળી મળી જતી નહી. પાતળું લંબગોળ મોઢું અને મોટું કપાળ અને એની આદત પ્રમાણે એમાં નાનો માપસર નો કાળો ચાંલ્લો, લાબું નાક અને લાંબી હાઈટ પણ મોડેલ જેવી સુકલકડી એની કાયા જાણે વાવાઝોડા સામે તો ટક્કર ઝીલી જ ના શકે એવી હતી.
સુરેશ ભાઈ અને મુકેશ ભાઈ બંન્ને શિસ્ત ભાટે અગ્રેસર હતાં અને કલેકટર કચેરી માં આરતી અને ભારતી ને કામના બોજ તળે રજા દબાઈ જ જતી હતી.. *બંન્ને ની દોસ્તી ટીફીન ના ડબ્બા થી શરૂ થઈ હતી..* બંન્ને રોજે રોજ ટીફીન સેર કરતા હતા અને સાથે સાથે જીવન ની મીઠાસ એકબીજા ની જિંદગી માં ભેળવતા રહેતા અને મનની કડવાશ કાઢતા રહેતા હતાં.. ક્યારેક તો બંન્ને ચાલુ ઑફિસે કામ ના નામની રસીદો ફાડીને મુવી જોવા ઊપડી જાય એની જાણ સુરેશ ભાઈ અને મુકેશ ભાઈ ને હોવા છતાં એ બંન્ને છોકરીઓ ને ખુશ રાખતાં હતાં. ભાગ્યે જ એવો કોઈક દિવસ હતો કે બંન્ને એકબીજા ને મળ્યાં ના હોય.. કોઈકવાર ભારતી ઑફિસ માં ના આવી હોય તો આરતી ને એકલવાયું લાગતું રહેતું હતું અને એનું મન કામ કરવામાં લાગતું જ ન હતું.. કાચબા ગતીએ જ એ એનું કામ ચાલતું હતું પછી બેવસ બની ને સર ને રીક્વેસ્ટ કરતી હતી કે સર એક જ ફોન કરવો હતો. અને એવા જ હાલ ભારતી ના હોય એને પણ ઘરે મન માનતું જ ના હોય પણ ભારતી ના ઘરે ફોન હતો નહીં એટલે એ ફોન ની કાગડોળે રાહ જોતી બેઠી જ હોય.. કે ક્યારે એના પાડોશી એના નામ ની બુમ પાડીને બોલાવે કે ભારતી તારો ફોન આવ્યો… બંન્ને ની ૨ મીનીટ ની વાત મન ને સ્ફ્રુર્તિ થી ભરી દેતું હતું અને ચહેરાની રોનક પણ વધારી દેતું હતું.. એની નોંધ સુરેશ ભાઈ અને મુકેશ ભાઈ એ પણ લીધી હતી..અને ક્યારેક એકાદું ગેરહાજર હોય તો સામેથી યાદ કરાવતા હતાં કે, કેમ આજે વાત કરવાની નથી..? એક પરિવાર જેવો બધાં ને સંબંધ થઈ ગયો હતો