મનોહરભાઈ અવાર નવાર અમદાવાદ ફોન કરતા રહેતા હતાં ત્યારે પણ આ છન્નુ ને યાદ કરતા હતાં..
સંઘર્ષ નો આકરો તાપ જ્યારે આગ બનીને વરસે છે ત્યારે વિશ્વની તમામ દોસ્તી ની ગાથાઓ અને શાયરીનું ઝાકળ ઊડી જતું હોય છે.. માત્ર નિખાલસ હૈયા ખુલ્લુ મન અને પ્રેમ થી છલોછલ પાત્રો જ જીવી જાણે છે..એની એ દર્દ ભરી સરવાણી માં ચારેબાજુથી ફુટેલાં આ લાગણી ના ધોધ માં સંપુર્ણપણે હું પલળી ચૂકી હતી..
બંન્ને દોસ્તો એ ધરતીકંપ નો એ કાળજામ અનુભવ પણ જબરો કર્યો હતો.. ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ નો દિવસ તો કોણ ભુલી જ શકે… અચાનક ધરાં એ એનો કોપ જો વરસાવ્યો હતો… જ્યારે કંઈ અજુકતું આપણા સાથે થાય ત્યારે જે દિલથી નજીક હોય અને આંખોથી જે દૂર હોય એ પહેલા મનમાં આવે એ માનવ સહજ પ્રકૃતિ છે… અને આ બંન્ને ને પણ એ દિવસ માંડ માંડ નીકળ્યો હતો અને બીજા દિવસની સવાર માં એકબીજા ને જોઈને હાશકારો અનુભવ્યો હતો…
અને એ ભયાનક ધરતીકંપ સામે એમની દોસ્તી હેમખેમ રહી હતી..
ત્યાં જ આરતી અને ભારતી ની જિંદગી માં ખાસ ભાગ ભજવતો ત્રીજી એક વ્યક્તિ આશિષ આવ્યો હતો..
આશિષ:-દેખાવમાં એકદમ શાંત સ્વભાવ નો હતો. આંખો લાલાશ થી ભરેલી અને પાતળું લાબું નાક,પાતળા હોઠ,લંબગોળ આકર્ષક ચહેરો,સપ્રમાણ મજબૂત દેહ હતો..
આશિષ ને આરતી પ્રત્યે ઘણી જ લાગણી પણ એની માંગણી ને આરતી ગણકારતી નહીં..
આરતી ને આના પહેલા એકવાર ઓમ નામના છોકરા એ પહેલી વાર પ્રપોઝ કર્યું હતું, પણ એને પણ આરતી એ ગણકાર્યો ન હતો..
ઓમ ની તકદીર માં શું લખાયેલું હતું એ આરતી ને ક્યાં ખબર હતી.?
*આરતી ની ઈચ્છા એરેન્જ મેરેજ માં જ હતી.*
“અહીં આરતી ના હાથ ની લકીરોમાં કંઈક અલગ જ તકદીર લખાતી હતી.”
આશિષ એ આરતી અને ભારતી નો ખાસ મિત્ર હતો. એકવાર આમિર ખાન નું મુવી *દિલ ચાહતા હૈં* જોવા માટે આશ્રમ રોડ પર આવેલી શિવ માં ગયા હતાં.. ( હાલનું સીટી ગોલ્ડ મલ્ટીપ્લેક્સ છે.એની સામે ની બાજુએ આવેલી શિવ) અને ત્યાંજ આશિષ ને એની બેન પલક જોઈ ગઈ હતી. અને એણે ઘરે જઈને ચંપલ કાઢ્યા પહેલા જ બુમો પાડવાનું શરૂ કર્યું હતું અને જાનકી બેન ને કહી દીધું કે આશિષ ભાઈ છોકરીઓ જોડે મુવી જોવા ગયા હતા.. અને ત્યારે આશિષ ના મનની વાત એના મમ્મી ને ખબર પડી હતી..