મુકેશ ભાઈની અત્યાર ની પર્સનાલિટી જેવી પહેલા ન હતી.. આરતીના ટકોર થી એમની પર્શનાલીટી માં થોડોક બદલાવ એ સમયે આવ્યો હતો. એ અચુક કહેતી રહેતી હતી કે, શું સર તમે આવા સાદા પહેરો છો.? તમે એક ઑફિસર કેડર ના કર્મચારી છો તો તમારે તો અપ ટુ ડેટ એકદમ મસ્ત બ્રાઈટ કલર નાં કપડાં પહેરવાના આવા ડલ કલર ના નહીં.. અને મુકેશ ભાઈ પણ પહેલે થી થોડા સેન્સીટીવ સ્વભાવ ના રહ્યાં. એટલે એમણે આરતી ની વાત ને ધ્યાન માં લીધી હતી. અને એમણે પછીથી બ્રાઈટ કલર ના લેવાનું ચાલું કર્યુ હતું અને પછી ઑફિસ આવીને પુછતા કે છોકરીઓ હવે તો બરોબર છે ને.? આમ મસ્તી મજાક મસ્તી ચાલતી રહેતી હતી.. આરતી અને ભારતી ઑફિસ થી છુટી ને પછી પણ ક્યારેક પાણીપુરી ની લિજ્જત માણતાં હતાં,તો ક્યારેક બરફ ગોળા ની મજા લેતા હતાં,કલાકો ના કલાકો બસ-સ્ટેન્ડ પર બસ ની રાહ જોતા જોતા એકબીજાની અનકહી વાતો સેર કરવી, વરસાદ માં ભીંજાવું, કોઈ ઝાડ નીચે ઊભા રહીને થરથરવું, અમેરિકન મકાઈ ના ભુટ્ટા ખાવા હવે એક સપનું બની ગયું હતું..
કોઈ લેખક કે કવિ એની કલમમાંથી ઊતારી ન શકે.!! ‘આ દોસ્તી નો નિખાલસ પ્રેમ તો જીતવો પડે છે,જાણવો પડે છે,અને અનુભવવો પડે છે..’
સંસાર ની આ માયાજાળ સમજવી અઘરી છે,એના પર ચાલવામાં કંઈક ના મન ભરમાઈ ગયાં છે.
“ભૂતકાળનું ભાથું લઈને બેઠી છું,
મારકણી યાદોને વાગોળું છું,
ને મીઠી યાદો ના ઓડકાર ભરૂં છું..”
આરતી એના મામા ના ઘરે જાય કે પછી કોઈ પ્રસંગ માં બંન્ને ને જવાનું થાય તો પણ બધીજ જગ્યા એ સાથે જ જતાં હતાં. ક્યારેક આરતી ના મમ્મી પપ્પા ને ભાઈ સાથે બહારગામ જવાનું થતું હતું પણ મનોજ ભાઈને કે મીરા બેન ને આરતી ની ચિંતા રહેતી ન હતી.. કેમકે એને સાથ આપવા ભારતી આવી જ જતી હતી. આરતી ના મનોહર મામા ના ત્યાં જુનાગઢ અઠવાડિયા માટે સાથે એકવાર ભારતી ને પણ લઈ ગયા હતાં. ત્યારે મામા એ બંન્ને નું નામકરણ ક્યુઁ. મનોહર ભાઈ ના ત્યાં બે બિલાડીઓ આવી ગઈ હતી. અને આપણે પાછા રહ્યા ગુજરાતી એટલે આશ્રય તો આપવો જ રહ્યો.. એક બચ્ચુ પાતળું એનું નામ છન્નુ અને બીજું થોડું જાડું એનું નામ મન્નુ હતું. અને એ બંન્ને ના નામ આરતી ભારતી ને પણ મળ્યા. તમને સમજાઈ જ ગયું હશે કે કોને કયું નામ મનોહર ભાઈ એ આપ્યું હશેં.. હા બસ એ જ કે આરતી ને મન્નુ અને ભારતી ને છન્નુ.. ત્યાંથી બધાં દીવ પણ ફરવા ગયાં હતાં. અને યાદગીરી માટે ફોટા પડાવ્યાં હતાં..
(કોને ખબર હતી કે એ યાદો હવે ફોટા માં જ રહેવાની હતી.. અત્યાર ના સેલ્ફીમેનીયા યુગમાં તો ફોટા ની કંઈ નવાઈ જ નથી..)