બચપનની એ મારી ધીંગામસ્તી,
ક્યાં ગયા એ, મારા પેપર પસ્તી?
સંઘરી રાખેલી સૌ યાદ અમારી,
ઢીંગલા,ઢીંગલી ને ઘરવખરી.
વીત્યો એ અનમોલ જમાનો,
યાદો રહી ગઈ, મનમાં સઘળી.
લાખો લુટાવતાય,નથી મળતી,
પાછી હવે એ,મારી હસ્તી.
આપી શકે તો,આપને ઈશ્વર,
બાળપણાની ‘ખુશી’ ,વરસતી.
આપ ને પાછા, એ ધીંગામસ્તી,
છુટી ગયેલી,વ્હાલની વસ્તી.
નિધી મહેતા
‘ખુશી’