પ્રેમ ના પણ કોઈના ટુકડા થઈ ગયા આજે
વિશ્વાસ ના પણ કોઈના ટુકડા થઈ ગયા આજે
સપનાઓના પણ કોઈના ટુકડા થઈ ગયા આજે
અહીં તો શરીર ના પણ કોઈ ના ટુકડા થઈ ગયા આજે
દર્દ શું વીત્યું હશે જેના હ્રદય ના ટુકડા ના એ ટુકડા થયેલા જોયા હશે જેને આજે
શરીર ના ટુકડા તો શોધે પણ મળી જશે
નહીં મળે એ હ્રદય નો ટુકડો હવે એને આજે
જે ખત્મ થઈ ગયા કોઈ નિર્દય ના હાથે આજે
જે ફેંકાઈ ગયા કોઈ જંગલ કે વેરાન જગ્યા માં આજે
સાબિતીએના ગુનાહ ની મળી પણ જશે
સજા એને પોતાના ગુનાહ ની મળી પણ જશે
પણ, એક પિતા ને પોતાની દીકરી નહીં મળે
નહીં મળે એ હ્રદય નો ટુકડો એને હવે
જે ભેટ ચડી ગયો કોઈ વિશ્વાસઘાતી ના હાથે આજે
હેતલ. જોષી