ફંક્શનમાં જતા પહેલા છોકરીઓ અનેક ઘણી તૈયારીઓ કરતી હોય છે. કયા કપડા પહેરીને જઇશું તો સારા લાગશે…આમ છોકરીઓના મનમાં આ પ્રશ્ન હંમેશા માટે રહેતો હોય છે. આમ, જો તમે પણ આવી મુંઝવણમાં હોવ છો તો આ આર્ટિકલ તમને ખૂબ કામમાં આવશે. તો આજે અમે જણાવીશું જે ઓલ ટાઇમ ફેવરિટ એવા બનારસી આઉટફિટ્સ વિશે. બનારસી આઉટફિટ્સની ફેશન ક્યારે પણ જતી નથી. બનારસી આઉટફિટ્સ તમે ગમે ત્યારે પહેરી શકો છો. આ સાથે જ તમે જ્યારે પહેરો છો ત્યારે એ બીજા કરતા કંઇક હટકે જ લાગે છે. તો જાણી લો તમે પણ બનારસી આઉટફિટ્સમાં હાલમાં શું ટ્રેન્ડમાં છે…”
- બનારસી આઉટફિટ્સમાં તમે બનારસી સાડીમાંથી પણ મસ્ત ચણીયો સિવડાવી શકો છો. આ સાથે જ તમે એના પર શર્ટ કરાવી શકો છો. આ શર્ટ તમને કંઇક અલગ જ લુક આપે છે.
- ટ્રેન્ડિંગની વાત કરીએ તો આજકાલ છોકરીઓ બનારસી સાડી, દુપટ્ટા અને લહેંગા નહિં પરંતુ કોઇ હેવી ડ્રેસ પણ તમે પસંદ કરી શકો છો. હેવી ડ્રેસમાં તમે લોન્ગ ગાઉન પહેરો છો તો તમારો વટ પડી જાય છે.
- આ સાથે જ તમે કોઇ પણ ફંક્શનમાં ફ્લોર સ્વીપિંગ શરારા શૂટ પણ પહેરી શકો છો. આ કોઇ પણ ફંક્શન માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે.
- તમે તમારા વોર્ડરોબમાં બનારસી જેકેટની સાથે ફેમિનિન ટચ લાવો જેથી કરીને તમે બધા કરતા અલગ દેખાવો.
- બનારસી ગાઉન રિસેપ્શન લુક તમારા માટે પરફેક્ટ ઓપ્શન છે.
- આ સાથે જ તમે વ્હાઇટ શર્ટની સાથે બનારસી સ્કર્ટ પહેરીને પણ સ્ટાઇલિશ દેખાઇ શકો છો.
- જો તમે હોટ દેખાવા ઇચ્છો છો તો હોટ સેલિંગ, ગોલ્ડ બનારસી પેન્ટ તમારા માટે એક સારો ઓપ્શન છે.