સંકટ સમયે મનુષ્યને કઈ વિચાર આવતો નથી. તે સંકટમાંથી નીકળવા માટે તે વ્યક્તિ કઈ પણ મર્યાદા તોડી શકે છે. પણ સારા વ્યક્તિ એવું નથી કરતા. કઈ પણ થાય તે હંમેશા પોતાની મર્યાદામાં જ રહે છે.
ચાણક્યે કહ્યું છે કે સાગર કરતાં મનુષ્ય વધારે શ્રેષ્ઠ હોય છે. કારણ કે જ્યારે સાગરમાં તોફાન આવે છે ત્યારે તે પણ ચારે બાજુ પોતાના પાણીને ફેલાવી પોતાની મર્યાદા પાર કરી લે છે. બધું અસ્ત-વ્યસ્ત કરી દે છે. પણ સજ્જન વ્યક્તિ એવું કદી નહિ કરે.
તેથી આપણે સાગર કરતાં પણ શ્રેષ્ઠ કહેવાય.
VR Niti Sejpal